Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

કાર અને બસ વચ્ચે ટકકર : ફરીદાબાદમાં ચાર ભાઇ બહેનના કમકમાટીભર્યા મૃત્યુ

મહેન્દ્રગઢ રેવાડી રોડ પરનો બનાવ : કારને ૩૦ મીટર સુધી ઢસડતી ગઇ બસ

ફરીદાબાદ તા. ૧૮ : મહેન્દ્રગઢ રેવાડી રોડ પર રવિવારની સાંજ કાર અને બસ વચ્ચેના ગમખ્વાર અકસ્માતથી કાળમુખી બની રહી હતી. જેમાં ચાર ભાઇ બહેનના કમમાટીભર્યા મૃત્યુ થયા છે. પોલીસે સ્થળ પર પહોંચ તપાસ આદરી હતી.

ફરીદાબાદ સેકટર ૧૯ નિવાસી યોગેશ છાબડા સગાભાઇ સુરશ, જીતેન્દ્ર બહેન સંતોષ સાથે રવિવારે મહેન્દ્રગઢ છોકરી જવાના વ્યવહારીક કામ અર્થે ગયા હતા. ત્યાંથી સાંજે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

બનાવ એટલો ખોફનાક હતો કે જોરદાર ટકકર બાદ કાર ૩૦ મીટર સુધી બસની સાથે ઢસડાઇને બુકડો બોલી ગઇ હતી. એકત્ર થયેલ રાહદારીઓ અને આસપાસના ગામ લોકોએ લોખંડના સળીયા વડે કારના દરવાજા તોડીને તમામને બહાર કાઢયા હતા. બસમાં સવાર ત્રણ ચાર યાત્રીકો પણ ઘાયલ થતા તેમને પણ સારવાર માટે ખસેડાયા હતા.

(3:27 pm IST)