Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ભોપાલમાં કર્ફયુ લાદી આરએસએસને જમીન ઉપર કબ્જો આપતુ તંત્ર

મધ્યપ્રદેશ હાઇકોર્ટે ૫૪ વર્ષથી ચાલતા વિવાદ ઉપર નિર્ણય આપતા

ભોપાલ,તા. ૧૮: મધ્યપ્રદેશ હાઇકોર્ટના આદેશ ઉપર રવિવારે રાજ્ય સરકારે ભોપાલના કબાડખાના સ્થિત સિંધી કોલોની પાસે લગભગ ૩૦ હજાર વર્ગ ફુટ જમીન ઉપર આરએસએસને કબજો અપાવેલ. ૫૪ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલ વિવાદ ઉપર ગત અઠવાડીયે જ નિર્ણય આવેલ.

જમીન ખાલી કરાવા માટે કલેકટર અવિનાશ લવાનિયાના આદેશ ઉપર શહેરના ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફયુ અને ૮માં ૧૪૪મી કલમ લગાવાયેલ. આરએસએસની સંસ્થા કેશવ નીડમે નગર નિગમ પાસેથી પરવાનગી લઇ જમીન ઉપર બાઉન્ડ્રી બાંધેલ. દરમિયાન જુના શહેરના અનેક વિસ્તારો છાવણીમાં બદલાયેલ. રાજદેવ ન્યાસ ટ્રસ્ટે આ જમીન કેશવ નીડમ સંસ્થાને વેચી હતી. સુત્રોના જણાવ્યા મુજબ અગાઉ આ જમીન નવાબ કુટુંબ સાથે જોડાયેલ કેશરજહાં પાસે હતી.

(3:22 pm IST)