Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

બંગાળની દિવાલો પર કમળ ચીતરતા મનસુખ માંડવિયાઃ વ્યાપક જનસંપર્ક

રાજકોટઃ પશ્ચિમ બંગાળમાં નજીકના ભવિષ્યમાં આવી રહેલ વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ભાજપ હાઈકમાન્ડે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાને ત્યાંના ૩૫-વિધાનસભા મતક્ષેત્ર સહિત ૭ લોકસભા વિસ્તારોની જવાબદારી સોંપી છે. તેઓ અવારનવાર બંગાળની મુલાકાત લઈ ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. દાસપુર વિધાનસભા (ઘટાલ જિલ્લો)માં તેમણે જનસંપર્ક અભિયાન, મુઠ્ઠીચાવલ અભિયાન અને વોલ રાઈટીંગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શ્રી મનસુખ માંડવિયાએ  પોતે પણ દિવાલો પર કમળ ચિતર્યા હતા.

(3:18 pm IST)