Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

પ્રાઇવસીનો ભંગ થાય તો વ્હોટ્સએપને ડિલિટ કરી દયો : દિલ્હી હાઇકોર્ટની આકરી ટિપ્પણી

અરજદારે વ્હોટ્સએપ પોલીસીનો સ્વીકાર કે અસ્વીકારનો વિકલ્પ યુરોપ-અમેરિકા આપે છે તેવો વિકલ્પ આપવાની માંગ કરી'તી

નવી દિલ્હી તા. ૧૮ : વોટ્સએપ દ્વારા લાવવામાં આવેલી નવી પ્રાઇવેસી પોલીસી અંગે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી. અરજીકર્તા દ્વારા અપીલ કરવામાં આવી હતી કે, આ પોલીસી અંગે સરકારે કાર્યવાહી કરવી જોઇએ. તે પ્રાઇવસીનું ઉલ્લંઘન છે. જો કે દિલ્હી હાઇકોર્ટે આ મામલે નોટીસ બહાર પાડી નથી અને કહ્યું છે કે, તેના પર વિસ્તૃત સુનાવણીની જરૂરીયાત છે. હવે આ કેસની સુનાવણી ૨૫ જાન્યુઆરીએ થશે. અરજીકર્તા દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેના પર સરકારે સખ્ત કાર્યવાહી કરવી જોઇએ તે લોકોનું પ્રાઇવેસીનું ઉલ્લંઘન છે. વોટ્સએપ જેવી પ્રાઇવેટ એપ સામાન્ય લોકો સાથે જોડાયેલા વ્યકિતગત જાણકારીઓની આપ-લે કરવા માંગે છે. જેના પર રોક લગાવવાની જરૂરીયાત છે.

તેના પર દિલ્હી હાઇકોર્ટ દ્વારા કડક ટીપ્પણી કરવામાં આવી છે. હાઇકોર્ટે કહ્યું કે, તે એક પ્રાઇવેટ એપ છે. જો તમારી પ્રાઇવસી પ્રભાવિત થઇ રહી છે તો તમે વોટ્સએપને ડિલીટ કરી નાખો. કોર્ટે કહ્યું કે શું તમે મેપ અથવા બ્રાઉઝર ઉપયોગી કરો છો. તેમાં પણ તમારો ડેટા શેર કરવામાં આવે છે.

કોર્ટમાં અરજીકર્તા દ્વારા અપીલ કરવામાં આવી છે કે તેથી અમે ઇચ્છીએ છીએ કે કડક કાયદો નિર્માણ થાય. યુરોપીય દેશોમાં તે અંગે કડક કાયદો છે તેથી વોટ્સએપ પોલીસી ત્યાં અલગ છે. ભારતમાં કડક કાયદો હોવાના કારણે સામાન્ય લોકોના ડેટાને 'થર્ડ પાર્ટી'ને શેર કરવા પર આવી એપને કોઇ સમસ્યા નથી.

કોર્ટમાં વોટ્સએપ તરફથી મુકુલ રોહતગીએ દલીલ આપી. તેઓએ કહ્યું કે, તેનો ઉપયોગ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને લોકોની પ્રાઇવેસીનું ધ્યાન રાખવામાં આવી રહ્યું કે, બે મિત્રોની આપસી વાતચીતને કોઇ પણ થર્ડ પાર્ટીને શેર કરવામાં આવશે નહિ. આ ફકત વોટ્સએપ બિઝનેસ સાથે જોડાયેલા ગ્રુપ માટે છે. જેમાં ડેટા અને રસને જોઇને તેને બિઝનેસ માટે ઉપયોગ કરવામાં આવશે. કોર્ટ દ્વારા અરજીકર્તાને કહેવામાં આવ્યું છે કે પ્રાઇવેટ એપને ઉપયોગ કરવા દરમિયાન જે પ્રકારની ટર્મ્સ કંડીશન આપવામાં આવે છે. પહેલા તમે તેની સ્ટડી કરીને આવી તમે એ જાણીને ચોકી જાશો કે તેમાં ડેટાની આપલે અને વ્યકિતગત જાણકારીઓ અંગે અગાઉ જ યુઝર્સ પાસેથી મંજુરી લેવામાં આવી છે. આ પ્રકારની એપ્સને ઉપયોગ કરવા અથવા ન કરવાની ચોઇસ યુઝર્સ પાસે છે.

(3:10 pm IST)