Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

કોરોનાનું જોર ઘટ્યું : ૨૪ કલાકમાં ૧૩, ૭૮૮ નવા કેસ : ૧૪૫ દર્દીનાં મોત

હાલમાં માત્ર ૨,૦૮,૦૧૨ કોરોનાના એકિટવ કેસ, કુલ મૃત્યુઆંક ૧,૫૨,૪૧૯એ પહોંચ્યો

નવી દિલ્હી,તા. ૧૮: ભારતમાં કોરોના વેકસીનેશન અભિયાન આગળ ધપી રહ્યું છે અને બીજી તરફ સંક્રમિત લોકોની સંખ્યા પણ દ્યટાડો નોંધાઈ રહ્યો હોવાથી તંત્ર રાહતનો શ્વાસ લઈ રહ્યું છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૩,૭૮૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૪૫ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૫,૭૧,૭૭૩ થઈ ગઈ છે.

બીજી તરફ, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૨ લાખ ૧૧ હજાર ૩૪૨ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૧૪,૪૫૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૨,૦૮,૦૧૨ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૫૨,૪૧૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૭ જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૮,૭૦,૯૩,૦૩૬ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારના ૨૪ કલાકમાં માત્ર ૫,૪૮,૧૬૮ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૫૧૮ કેસ નોંધાયા છે. જેની સામે ૭૦૪ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ના કારણે ૨ દર્દીઓના મોત થયા છે. રાજયમાં કુલ મૃત્યુઆંક ૪૩૬૫ થયો છે. રાજયમાં સાજા થવાનો દર ૯૫.૭૯ ટકા છે.

અમેરિકામાં લાંબા સમયે નવા કોરોના કેસનો આંકડો ૨ લાખની  નીચે ગયો : નવો મૃત્યુઆંક બે હજાર એ પહોંચ્યો

ઇંગ્લેન્ડ, બ્રાઝિલ, રશિયા અને ફ્રાન્સમાં પણ કેસો ઘટવા લાગ્યા

કોરોના વાયરસની અસર વર્તાવા લાગી કે શું?

ચીનમાં આજે પણ ૧૦૯ નવા કોરોના કેસ બહાર આવ્યૉં યુનાઇટેડ આરબ અમીરાતમાં કેસોની સંખ્યામાં વધારો ૩૪૫૩ નવા કેસ મળી આવ્યાઃ સાઉદી અરેબિયામાં ૧૭૬ નવા કોરોના કેસ

અમેરીકા      :   ૧,૮૫,૫૧૮ નવા કેસો

ઈંગ્લેન્ડ       :   ૩૮,૫૯૮ નવા કેસો

બ્રાઝીલ       :   ૩૧,૩૯૪ નવા કેસો

રશિયા        :   ૨૩,૫૮૬ નવા કેસો

ફ્રાન્સ          :   ૧૬,૬૪૨ નવા કેસો

ભારત         :   ૧૩,૭૮૮ નવા કેસો

ઈટલી         :   ૧૨,૫૪૫ નવા કેસો

જર્મની        :   ૧૧,૪૨૭ નવા કેસો

કેનેડા         :   ૬,૪૩૬ નવા કેસો

જાપાન        :   ૬,૩૮૬ નવા કેસો

યુએઈ         :   ૩,૪૫૩ નવા કેસો

બેલ્જીયમ     :   ૨,૧૨૦ નવા કેસો

સાઉથ કોરીયા :   ૫૨૦ નવા કેસો

સાઉદી અરેબીયા  :      ૧૭૬ નવા કેસો

ચીન          :   ૧૦૯ નવા કેસ

હોંગકોંગ      :   ૫૫ નવા કેસ

ઓસ્ટ્રેલિયા    :   ૧૯ નવા કેસ

ભારતમાં પણ કેસની સંખ્યા ઘટીને ૧૩ હજાર આસપાસ પહોંચી, નવા મૃત્યુ ૧૪૫ અને સાજા થયા ૧૪ હજાર

નવા કેસો     :   ૧૩,૭૮૮ કેસો

નવા મૃત્યુ     :   ૧૪૫

સાજા થયા    :   ૧૪,૪૫૭

કુલ કોરોના કેસો  :      ૧,૦૫,૭૧,૭૭૩

એકટીવ કેસો  :   ૨,૦૮,૦૧૨

કુલ સાજા થયા   :      ૧,૦૧,૧૧,૩૪૨

કુલ મૃત્યુ      :   ૧,૫૨,૪૧૯

૨૪ કલાકમાં ટેસ્ટ :      ૫,૪૮,૧૬૮

કુલ ટેસ્ટ       :   ૧૮,૭૦,૯૩,૦૩૬

વિશ્વમાં સૌથી વધુ કુલ

કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :   ૨,૨૪,૮૨,૦૫૦ કેસો

ભારત         :   ૧,૦૫,૭૧,૭૭૩ કેસો

બ્રાઝીલ       :   ૮૪,૮૮,૦૯૯ કેસો

યુએસએમાં ૨૪ કલાકમાં

નવા કેસો     :   ૧,૮૫,૫૧૮

પોઝીટીવીટી રેટ   :      ૧૦.૧%

હોસ્પિટલમાં   :   ૧,૨૪,૩૮૭

આઈસીયુમાં   :   ૨૩,૪૩૨ (-૯૨)

નવા મૃત્યુ     :   ૨,૦૪૪

વેકિસનેશન   :   ૧૪.૩ મિલીયન

છેલ્લા ૨૪ કલાકમાં પાંચ હજાર નવા કોરોના કેસ સાથે કેરળ દેશમાં પ્રથમ નંબરે : બીજા નંબરે મહારાષ્ટ્ર ત્રણ હજાર નવા કેસ : ગુજરાત નવા ૫૧૮ કેસ સાથે આઠમા નંબરે રહ્યું છે

કેરળ         :  ૫,૦૦૫

મહારાષ્ટ્ર     :  ૩,૦૮૧

કર્ણાટક       :  ૭૪૫

પુણે          :  ૫૯૮

તામિલનાડુ   :  ૫૮૯

પ.બંગાળ     :  ૫૬૪

મુંબઈ        :  ૫૩૧

ગુજરાત      :  ૫૧૮

બેંગ્લોર       :  ૪૬૪

ઉત્તરપ્રદેશ   :  ૪૦૪

મધ્યપ્રદેશ   :  ૩૫૫

છત્તીસગઢ    :  ૩૨૩

તેલંગણા     :  ૨૯૯

રાજસ્થાન    :  ૨૬૨

દિલ્હી         :  ૨૪૬

પંજાબ        :  ૨૪૦

બિહાર        :  ૨૧૧

ઓડીશા      :  ૧૮૩

હરિયાણા     :  ૧૮૦

ચેન્નાઈ       :  ૧૬૪

આંધ્રપ્રદેશ    :  ૧૬૨

કોલકતા      :  ૧૫૧

જમ્મુ કાશ્મીર :  ૧૨૬

ઉત્તરાખંડ     :  ૧૧૨

અમદાવાદ   :  ૯૪

ઝારખંડ       :  ૮૭

ભોપાલ       :  ૮૩

હિમાચલ પ્રદેશ  :        ૭૦

ગોવા         :  ૬૦

ગુરૂગ્રામ      :  ૪૫

જયપુર       :  ૪૪

ઈન્દોર       :  ૪૩

પુડ્ડુચેરી       :  ૩૫

ચંદીગઢ      :  ૩૪

(3:25 pm IST)