Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો

મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂ. ૯૧.૫૬ અને ડીઝલનો ભાવ ૮૧.૮૭ રૂ. થયો

નવી દિલ્હી, તા. ૧૮ :. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે વધારો નોંધાયો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ સૌથી ઉંચા સ્તરે પહોંચી ગયો છે. આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૨૫ પૈસાનો વધારો થયો છે અને ભાવ લીટરે રૂ. ૮૪.૯૫ થઈ ગયો છે. ડીઝલમાં પણ ૨૫ પૈસા વધ્યા છે અને ભાવ વધીને લીટરે રૂ. ૭૫.૧૩ થઈ ગયો છે.

મુંબઈમાં પેટ્રોલના ભાવ વધારા સાથે ૧ લીટર ખરીદવા રૂ. ૯૧.૫૬ આપવા પડે છે તો ડીઝલ માટે રૂ. ૮૧.૮૭ આપવા પડી રહ્યા છે. મુંબઈમાં ડીઝલનો ભાવ રેકર્ડ સર્જી રહ્યો છે. ચેન્નઈમાં પેટ્રોલ રૂ. ૮૭.૬૩ અને ડીઝલ રૂ. ૮૦.૪૦નું થયુ છે.

બેંગ્લોરમાં પેટ્રોલનો ભાવ રૂ. ૮૭.૮૨ તો ડીઝલ રૂ. ૭૯.૬૭નુ થયુ છે. આ સિવાય કોલકાતામાં પેટ્રોલનો ભાવ ૮૬.૩૯ રૂ. તો ડીઝલનો ભાવ ૭૮.૭૨ રૂ. થયો છે.

(10:41 am IST)