Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

પાકિસ્તાનમાં ઈમરાન સરકાર વિરૂદ્ધ દેખાવોમાં લોકોના હાથમાં મોદીના પોસ્ટરો જોવા મળ્યા

લોકોએ સિંધ પ્રાંતને ચીનના હાથમાં વેચવાનો વિરોધ કર્યો

કરાંચી, તા. ૧૮ :. પાકિસ્તાનમાં સિંધ પ્રાંતને ચીનના હાથોમાં વેચવાનો વિરોધ કરી રહેલા લોકોએ અલગ સિંધુ દેશ બનાવવાની માંગને લઈને સાન વિસ્તારમાં રેલી કાઢી હતી. આ રેલીમાં સામેલ લોકોએ ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને વિશ્વના અન્ય નેતાઓની તસ્વીર હાથમાં લઈ સિંધુ દેશ બનાવવામાં મદદ કરવા અપીલ કરી હતી. આ દરમિયાન દેખાવકારોએ આઝાદીના સમર્થનમાં નારા પણ લગાવ્યા હતા.

સિંધ પ્રાંતમાં ઈમરાન સરકાર કાળોકેર વર્તાવી રહી છે. અહીંની જમીન પણ ચીનને સોંપવામાં આવી રહી છે. દરીયા વિસ્તારમાં ચીનને માછીમારી કરવા પણ પરવાનગી આપવામાં આવી છે. આ રેલીમાં લોકોએ આઝાદીના સમર્થનમા નારા પણ લગાવ્યા હતા.

લોકોએ ચીન-પાકિસ્તાન આર્થિક કોરીડોરનો પણ વિરોધ કર્યો છે.

(10:34 am IST)