Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

તાલિબાન પાસે ફંડ ખૂટતા ગરીબ આતંકીઓના એકથી વધુ લગ્ન પર પ્રતિબંધ

જોકે આ નિર્ણય અમિર આતંકીઓ અને સંગઠનના આકાઓને લાગુ નહીં થાય માત્ર ગરીબ આતંકીઓ પર જ આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે

કાબુલ, તા. ૧૮: આતંકી સંગઠન તાલિબાનમાં મહિલાઓનું શોષણ ચરમસિમાએ છે, આતંકીઓ અનેક મહિલાઓ સાથે લગ્ન કરી પોતાની હવસનો શિકાર બનાવે છે. જોકે હાલ સંગઠન પાસે ફંડની અછત હોવાથી આતંકીઓના લગ્ન પાછળ થતો ખર્ચ અટકાવવા એક કરતા વધુ લગ્ન પર પ્રતિબંધ મુકવા મજબૂર થયું છે.

જોકે આ નિર્ણય અમિર આતંકીઓ અને સંગઠનના આકાઓને લાગુ નહીં થાય માત્ર ગરીબ આતંકીઓ પર જ આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી સ્પષ્ટ થાય છે કે આતંકી સંગઠનો માટે મહિલાઓ પર અત્યાચાર રોકવો એ નહીં પણ પોતાના પૈસાનો ખર્ચ અટકાવી તેનો હુમલામાં ઉપયોગ કરવો તે વધુ મહત્વનું છે.

અફઘાનિસ્તાન તાલિબાનના વડા મુલ્લા હૈબતુલ્લા અખંુદજાદાએ એક આદેશ જારી કરીને તાલિબાની આતંકી કમાન્ડરોને કહ્યું છે કે એકથી વધુ પત્નીઓ તમે નહીં રાખી શકો અને માત્ર એક જ લગ્ન પાછળ ખર્ચ કરી શકશો. બીજા કોઇ લગ્ન પાછળ ખર્ચ કરવા દેવામાં આવશે નહીં. આતંકી સંગઠનો પાસે પૈસાની અછત હોવાથી આ નિર્ણય લેવાયો છે.

તાલિબાની આતંકીઓ અને આકાઓ દ્વારા સંગઠન પાસેથી લગ્ન માટે પૈસા આપવાની માગણી વધવા લાગી હતી, જેને કારણે જ આ રોક લગાવાઇ છે. જોકે જેવું ફંડ મળવા લાગશે તે બાદ એક કરતા વધુ મહિલાઓ સાથે લગ્ન કરવાની છૂટ પણ આપવામાં આવશે.

એક રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાનમાં લગ્ન સમયે યુવતીના પરિવારને યુવક દ્વારા મેહર તરીકે ૧૯ લાખ રૂપિયા જેટલી રકમ આપવી પડે છે. દરેક પત્ની માટે અલગ દ્યરની વ્યવસૃથા કરવી પડે છે. જેને પગલે આટલી રકમ લાવવા હાલ તાલિબાન સક્ષમ ન હોવાથી આ નિર્ણય લેવાયો છે.

(9:54 am IST)