Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

આઇસ્ક્રીમમાંથી કોરોના મળતા ચીનમાં ટેસ્ટની સંખ્યામાં વધારો

આઇસ્ક્રીમથી કોરોના મળતા નવો હાઉ ઉભો થયો : ચીનમાં આઈસ્ક્રીમના સંપર્કમાં આવ્યા હોય કે તેને ખાધો હોય તેવા લોકોને શોધીને ધડાધડ ટેસ્ટ શરુ કરાયા

બેજિંગ,તા.૧૭ : કોરોના વાયરસ સામે લડવા માટે રસી તૈયાર કરી દેવામાં આવી છે આમ છતાં હજુ સુધી કોરોના વાયરસનો હાઉ જરાય ઓછો નથી થયો. કોરોનાનો ખતરો દેશ અને દુનિયામાં વધી રહ્યો છે. હવે આઇસ્ક્રીમ કોરોના પોઝિટિવ આવી છે.. ચીનમાં આઇસ્ક્રીમ કોરોના સંક્રમિત મળતા એક નવો હાઉ ઉભો થયો છે. ચીનના સ્વાસ્થ્ય વિભાગના અધિકારી એ લોકોને શોધી રહ્યા છે જેમણે સંક્રમણનો ખતરો ઉભો કર્યો હતો. કહેવાય છે કે દેશના પૂર્વોત્તરના તિયાનજિન વિસ્તારમાં સ્થાનિક સ્તર પર બનાવેલા આઇસ્ક્રીમના ત્રણ સેમ્પલ કોરોના સંક્રમિત મળ્યા છે. ચાઈના ડેઈલી રિપોર્ટ મુજબ ફૂડ કંપનીને ૪,૮૩૬ બોક્સ સંક્રમિત હોવાની શંકા ઉભી થઈ છે. જેના ૨,૦૮૯ સ્ટોર સીલ કરવા પડ્યા છે, પણ ચિંતાની વાત એ છે કે ૧૮૧૨ બોક્સ અન્ય રાજ્યોમાં મોકલી દેવામાં આવ્યા હતા અને ૯૩૫ આઇસ્ક્રીમ પેકેટ સ્થાનિક બજારોમાં પણ પહોંચી ગયા હતા. હવે મુદ્દો એ ઉભો થયો છે આમાંથી માત્ર ૬૫ આઇસ્ક્રીમના પેકેટ વેચાયા હતા.

          કંપનીએ ૧૬૬૨ કર્મચારીઓએ સેલ્ફ-આઈસોલેશનમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે અને ટેસ્ટ પણ શરુ કરવામાં આવ્યા છે. દુકાનદાર અને અન્ય લોકો જે આ પેકેટના સંપર્કમાં આવ્યા છે તેમની માહિતી એકઠી કરીને સંક્રમણને રોકાવની કોશિશ કરાઈ રહી છે. યુનિવર્સિટી ઓફ લીડ્સના વાયરોલોજિસ્ટ ડૉ. સ્ટીફન ગ્રિફિને કહ્યું કે આઇસ્ક્રીમને પોઝિટિવ ટેસ્ટ વ્યક્તિના સંપર્કના કારણે હોઈ શકે છે. તેમણે કહ્યું કે એ વાતની સંભાવના છે કે પ્રોડક્શન પ્લાન્ટથી આવું થયું હોઈ શકે છે, શક્ય છે કે ત્યાં ફેક્ટરીમાં હાઈજીનનું ધ્યાન રાખવામાં ના આવ્યું હોય. તેમણે આગળ કહ્યું કે આઇસ્ક્રીમને કોલ્ડ ટેમ્પ્રેચર પર રાખવામાં આવે છે અને તેના કારણે વાયરસ જીવિત રહેવાની સંભાવના વધી જાય છે. જોકે, તેમણે કહ્યું કે એ વાતને લઈને ગભરાવાની જરુર નથી કે આઇસ્ક્રીમ પણ હવે કોરોના સંક્રમિત થઈ રહી છે.

(12:00 am IST)