Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

૨૬મીએ પાટનગરમાં કિસાનોની ટ્રેક્ટર રેલી અંગે સુપ્રીમમાં કાલે સુનાવણી

આ સાથે સંદિગ્ધ ખેડૂત સંગઠનો બાબતે પણ સુપ્રીમમાં વિચારણા હાથ ધરાશે

કૃષિ કાનૂનોના વિરોધમાં દિવસોથી લડત ચલાવી રહેલા ખેડૂતો ૨૬ જાન્યુઆરીએ પાટનગરમાં જંગી ટ્રેક્ટર રેલી કાઢવાના છે તેના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં થયેલ અરજીની આવતીકાલે સોમવારે સુનાવણી થશે. આ સાથે સંદિગ્ધ ખેડૂત સંગઠનો બાબતે પણ સુપ્રીમમાં વિચારણા હાથ ધરાશે દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને પ્રજાસત્તાક દિવસ ને અડચણરૂપ બને નહીં તે માટે ટ્રેક્ટર રેલી કે બીજા કોઈ આયોજનો ઉપર મનાઈ ફરમાવવામાં માગણી કરી છે સુપ્રીમ કોર્ટે સંદિગ્ધ ખેડુત સંગઠનોની ભૂમિકા બાબતે જવાબ માંગતી નોટિસો પણ કાઢી છે.

(12:00 am IST)