Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

કોરોના રસીકરણ બાદ અત્યાર સુધી 447 લોકોમાં આડઅસર: ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા

રવિવારે 17,072 લોકોને રસીની ડોઝ અપાયા : શનિવારે 51 જેટલા લોકોને રિએક્શન આવ્યું હતું

નવી દિલ્હી : દેશમાં કોરોના મહામારી વચ્ચે રસીકરણ અભિયાન શરૂ થઇ ચુક્યું છે. પ્રથમ દિવસે હેલ્થ વર્કર્સને રસીની ખોરાક આપવામાં આવી. પરંતુ કેટલાક લોકોમાં રસીની વિપરિત અસર પણ જોવા મળી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે કોરોના રસીકરણ પછી અત્યાર સુધી કુલ 447 લોકોમાં વિપરિત અસર જોવા મળી છે. તેમાંથી ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાવવા પડ્યા છે. કોરોના રસીકરણ અભિયાનના બીજા દિવસે એટલે રવિવારે 17,072 લોકોને રસીની ખોરાક આપવામાં આવી છે.

 અગાઉ દિલ્હીમાં 52 હેલ્થ વર્કર્સને રસી આપ્યા પછી આડઅસરના સમાચાર મળ્યા હતા. જેમાંથી એકમાં ગંભીર લક્ષણો જોવા મળ્યા હતા. આજે કોરોના રસીકરણના બીજા દિવસે 17,072 લોકોને રસી આપવામાં આવી છે. દેશમાં અત્યાર સુધી કુલ 2,24,301 લોકોને રસીની ખોરાક આપવામાં આવી ચુકી છે.

 આ મામલે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે શનિવારે વિપરિત અસરના 51 જેટલા કેસ સામે આવ્યા છે, તેમાંથી કેટલાકને સામાન્ય પરેશાની થઇ. જોકે એક કેસ વધુ ગંભીર હતો. તે વ્યક્તિને એઇમ્સમાં દાખલ કરાયા છે. બાકીના 51ને સામાન્ય નિરિક્ષણ પછી રજા આપી દેવાઇ.

(12:00 am IST)