Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

અફઘાનિસ્તાનમાં સુપ્રીમ કોર્ટની બે મહિલા જજોની ગોળી મારીને હત્યા: ડ્રાઈવર ઘાયલ : ખળભળાટ

બંને મહિલાઓ જ્યારે એક ગાડીમાં ઓફિસ જઈ રહી હતી, ત્યારે બંદૂકધારીઓએ તેમના પર હુમલો કર્યો

કાબુલ : અફઘાનિસ્તાનમાં સુપ્રીમ કોર્ટની બે જજોની હત્યા કરી દેવામાં આવી છે. અધિકારીઓએ આની જાણકારી આપી.હતી

કોર્ટના પ્રવક્તાએ સમાચાર એજન્સી એએફપીએ જણાવ્યું કે, બંને મહિલાઓ જ્યારે એક ગાડીમાં ઓફિસ જઈ રહી હતી, ત્યારે બંદૂકધારીઓએ તેમના પર હુમલો કર્યો હતો.

મહિલાઓ પર વહેલી સવારે પ્લાનિંગ સાથે એટેક કરવામાં આવ્યો, જેમાં તેમનો ડ્રાઈવર પણ ઘાયલ થઈ ગયો હતો.આ ઘટના કાબૂલના કલા-એ-ફતુલ્લાહ વિસ્તારમાં ઘટી હતી. અત્યાર સુધી તેની કોઈએ જવાબદારી લીધી નથી. હાલની હત્યાઓ માટે તાલિબાન પર શંકા છે, પરંતુ તે ઉગ્રવાદીઓએ આ હત્યાની વાતને સ્વીકારી નથી.

તાલિબાનના પ્રતિનિધિઓ અને દોહામાં અફઘાનિસ્તાન સરકાર વચ્ચે ચાલી રહેલા વાટાઘાટા વચ્ચે આ હત્યા થઈ છે.

(12:00 am IST)