Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

25મીએ લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

સૈન્ય બાબતોના વિભાગ દ્વારા વરિષ્ઠ સૈન્ય નિમણૂંક પર પહેલો આદેશ

 

નવી દિલ્હી : ભારતીય સેનાની દક્ષિણ કમાનના કમાન્ડર લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે. ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ બિપિન રાવતની અધ્યક્ષતામાં સૈન્ય બાબતોના વિભાગ તરફથી એક વરિષ્ઠ સૈન્ય નિમણૂંક પર પહેલો આદેશ આવ્યો છે

 લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની કપૂરથલામાં આવેલી સૈનિક સ્કૂલ અને રાષ્ટ્રીય રક્ષા એકેડમી ખડકવાસલાના પૂર્વ છાત્ર છે. તેમને જૂન,1981માં સાતમી જાટ બટાલિયન તરીકે સેનામાં કમિશન આપવામાં આવ્યુ હતુ.

(11:45 pm IST)