Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

રાઉતના નિવેદનથી શિવસેનાએ છેડો ફાડ્યો:આદિત્ય ઠાકરેએ કહ્યું, ઇતિહાસની નહીં વર્તમાનની વાત કરો

આદિત્ય ઠાકરે કહ્યું કે, શિવસેના અને કોંગ્રેસનું ગઠબંધન મજબૂત

મુંબઈ : સાવરકર પર શિવસેના સાંસદ સંજય રાઉતના નિવેદન બાદ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરેએ સ્પષ્ટતા કરી છે. સંજય રાઉતે કહ્યું હતું કે વીર સાવરકરની વિચારધારનો વિરોધ કરનાર પછી કોઇપણ પાર્ટીના હોય તેમને માત્ર બે દિવસ સુધી આંડમાન જેલમાં રહેવું જોઇએ તેમને ત્યાંની તકલીફો વિશે અંદાજો આવી જશે.

સંજય રાઉતના આ નિવેદનના કેટલાક કલાકો બાદ શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે સંજય રાઉતે જે પણ સંદર્ભમાં આ નિવેદન આપ્યું છે, તેના વિશે તેઓએ જણાવ્યું છે. આદિત્ય ઠાકરે કહ્યું કે, શિવસેના અને કોંગ્રેસનું ગઠબંધન મજબૂત છે અને રાજ્ય સરકાર વિકાસ માટે સાથે આવ્યા છે.

. આદિત્યે કહ્યું કે, અમારી વચ્ચે કેટલાક મુદ્દા પર મતભેદ હોઇ શકે છે, પરંતુ લોકતંત્ર તેનુ જ નામ છે. ઇતિહાસની જગ્યાએ આપણે વર્તમાન મુદ્દા પર વાતચીત કરવાની જરૂર છે.

નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં સાવરકરના મુદ્દા પર શિવસેના અને કોંગ્રેસની વચ્ચે સતત નિવેદનબાજી થઇ રહી છે. શિવસેના સાંસદ સંજય રાઉતે આ મુદ્દા પર કોંગ્રસનું નામ લીધા વિના ફટકાર લગાવી છે.

(11:34 pm IST)