Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

યુપીમાં દેવામાફીનો લાભ લેવા ખેડૂત ત્રણ લાખના ચિલ્લર જમા કરાવવા બેંકમાં પહોંચ્યો : ગણતા ત્રણ દિવસ લાગ્યા

લોન લીધા બાદ દેવું ભરી નહીં શકતા બેંકે દેવા માફીનો લાભ આપ્યો હતો

ઉત્તર પ્રદેશની અલ્હાબાદ બેન્કની મુસાફિરખાના સ્થાનિક શાખામાં ખેડૂત દેવા માફી યોજના લાભ લેવા માટે ત્રણ લાખની ચીલ્લર લઈને જમા કરાવવા માટે બેન્ક ગયો હતો. બેન્કને ચીલ્લર જમા કરવા માટે ત્રણ કર્મચારીઓને કામે લગાડ્યા હતા અને ત્રણ દિવસનો સમય લાગ્યો હતો.

  મળતી માહિતી પ્રમાણે અઢનપુર ગામનો રહેવાસી પવન કુમાર સિંહે અલ્હાબાદ બેન્કના કેસીસી ઉપર લોન લીધી હતી. દેવું ન ભરી શકવાના કારણે બેન્કે ગ્રાહકને દેવા માફી યોનજાનો લાભ આપ્યો હતો. યોજના અંતર્ગત પવન કુમારને દેવાના અડધા પૈસા જમા કરાવવા પડશે. અડધા પૈસા બેન્કે પોતે ભારવાના હતા. પવન કુમાર 14 બોરીઓમાં ભરીને ચીલ્લર બેન્કમાં લાવ્યો હતો.
  શાખા મેનેજર સ્વપ્નિલ શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે ગ્રાહકને યોજનાનો લાભ આપવા માટે બેન્કના ત્રણ કર્મચારીઓને સતત ચીલ્લર ગણવા માટે લગાવ્યા હતા. એક એક, બે, પાંચ અને 10ના સિક્કાને ગણવા માટે શુક્રવારે ગણવાનું કામ પુરુ થયું હતું. અને પૈસા દેવા લોન એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા હતા

(10:58 pm IST)