Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

તૃણમુલ સરકાર માટે કબર સાબિત થશે નંદીગ્રામઃ પશ્ચિમ બંગાળ ભાજપા અધ્યક્ષ દિલીપ ઘોષની ઘોષણા

           પશ્ચિમ બંગાળ ભારતીય જનતા પાર્ટી ( ભાજપા ) અધ્યક્ષ દિલીપ ઘોષએ દાવો કર્યો છે કે બંગાળમાં ઇતિહાસ ખુદને દોહરાવશે અને જે રીતે નંદીગ્રામ માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી ( માકપા ) માટે કબર બની હતી એજ રીતે તે તૃણમુલ સરકાર માટે પણ સાબિત થશે. ઘોષ શનિવારના નાગરિકતા સંશોધન કાનુન(સીએએ) ના સમર્થનમાં ભાજપાની અભિનંદન યાત્રા કાઢવા બદલ પોલીસે રોક લગાવી જે પછી એમણે કહ્યું કે આજથી ૧ર વર્ષ પહેલા માકપાએ મમતા બેનરજીના પ્રદર્શન કરવાથી રોક કરી પોતાની કબર ખોદી હતી.

            ઘોષણએ કહ્યું આજથી  ૧ર વર્ષ પહેલા ર૦૦૭ માં તત્કાલીન માકપા સરકારની પોલીસે  મમતા બેનરજીની રેલી કાઢવાથી રોકી હતી અને પાર્ટીનો ર૦૧૧ માં અંત થઇ ગયો હતો. હવે મમતા બેનરજીની સરકાર અમને નંદીગ્રામના પૂર્વી મેદિનીપુરમાં લોકતાંત્રીક રેલી કાઢવાથી રોકી એજ કામ કરી રહી છે.

            દિલીપ ઘોષએ આરોપ લગાવ્યો કે પોલીસે ભાજપા ના બ્લોક પ્રમુખ અને સચિવની બેરહમી પીટાઇ કરી ભાજપા સમર્થકોએ રેલી માટે પરવાનગી લીધી નથી. પોલીસે પ્રદર્શન કારીઓ પર લાઠીચાર્જ કર્યો.

(10:24 pm IST)