Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ગુડિયા ગેંગરેપ કેસમાં મનોજ શાહ અને પ્રદીપ કુમારને દોષિત જાહેર :30મીએ સજાનું એલાન

દિલ્હીના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે કહ્યું આ મામલાએ સમાજની સામૂહિક ચેતનાને હચમચાવી નાંખી

નવી દિલ્હી : દિલ્હીના બહુચર્ચિત ગુડિયા ગેંગરેપ કેસમાં પૉક્સો કોર્ટે આરોપી પ્રદીપ કુમાર અને મનોજ શાહને દોષિત જાહેર કર્યા છે. કોર્ટ 30 જાન્યુઆરીએ બાળકી સાથે બળાત્કાર મામલામાં આરોપીઓની સજાનું એલાન કરશે. 

વર્ષ 2013માં દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં માત્ર 5 વર્ષની બાળકીનું અપહરણ કરી તેના પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. દોષિતો દ્વારા માસૂમ બાળકીની સાથે પણ નિર્ભયાની જેમ બર્બરતા આચરવામાં આવી હતી.

એડિશનલ સેશન જજ નરેશ કુમાર મલ્હોત્રાએ મનોજ શાહ અને પ્રદીપ કુમારને દોષિત જાહેર કરતા કહ્યું કે, બાળકીની સાથે અસાધારણ અને ભયાનક બર્બરતા થઇ. કોર્ટે સાથે કહ્યું કે આપણા સમાજમાં બાળકીઓને દેવીની જેમ પૂજવામાં આવે છે. આ મામલાએ સમાજની સામૂહિક ચેતનાને હચમચાવી નાંખી છે.

(10:06 pm IST)