Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

નાગરીકતા સંશોધન કાનૂન (સીએએ) ગેરબંધારણીય એને ખત્મ કરવો જોઇએઃ વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પિ. ચિદંબરમની પ્રતિક્રિયા

            કોલકતાઃ વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પિ. ચિદંબરમએ શનિવારના કહ્યું કે નાગરિકતા સંશોધન કાનૂન(સીએએ) ગેરબંધારણીય છે અને તેને ખત્મ કરી દેવો  જોઇએ. એમણે સાથોસાથ કહ્યું કે રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટર (એનઆરસી) અને રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર (એનપીઆર) એકજ જેવા છે.

            ચિદંબરમ અહી સીએએ વિરૂદ્ધ પાર્ટીના વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા એમણે પત્રકારોને કહ્યું કે  સીએએ ગેરબંધારણીય અને ભેદભાવપૂર્ણ કાનૂન છે તથા આને તૂરંત ખત્મ કરી દેવો  જોઇએ.

            પૂર્વ નાણામંત્રીએ કહ્યું કે એનપીઆર અને એનઆરસી પણ એક ચીજ છે. અને પણ ભેદભાવપૂર્ણ છે. કોંગ્રેસ આનું સમર્થન નથી કરતી એમણે કહ્યું કે કોંગ્રેસ કાર્ય સમિતિની હાલમાં દિલ્લીમાં બેઠક થઇ હતી જેમાં પ્રસ્તાવ લાવી સીએએ અને એનઆરસીનો વિરોધ કરવાનો ફેંસલો કર્યો.

(9:58 pm IST)