Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

CAAમાં મુસ્લીમોની નાગરિક્તા ઝૂંટવવાની કોઇ જોગવાઇ નથી : વિરોધ કરનારાઓ દલિત વિરોધી: અમિતભાઇ શાહ

સીએએનાં વિરોધનાં નામે થઇ રહેલા હંગામાં માટે વિપક્ષ જવાબદાર

હુબલી :કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ  શાહે કર્ણાટક બિજેપી દ્વારા હુબ્બલીમાં આયોજીત કરવામાં આવેલા સીએએ જાગરૂક્તા સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે સીએએમાં દેશમાં રહેનારા મુસ્લીમોની નાગરિક્તા ઝુંટવી લેવાની કોઇ જોગવાઇ નથી.

 શાહે વિપક્ષ પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે,શાહે કહ્યું કે સીએએનાં વિરોધનાં નામે થઇ રહેલા હંગામાં માટે વિપક્ષ જવાબદાર છે, તેમણે કહ્યું કે ફક્ત વોટબેંકની રાજનીતીનાં કારણે સીએએનને લઇને તે પરેશાન છે, શાહે કોંગ્રેસનાં પુર્વ પ્રમુખ રાહુલ ગાંધીને સીએએ પર ચર્ચા કરવાનો પડકાર ફેક્યો હતો.

  શાહે કહ્યું કે રાહુલ અને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન એક જેવી જ ભાષા બોલે છે , બંને ઇચ્છે છે કે સીએએ પણ લાગુ ન થાય અને કલમ 370 પણ ના હટાવાય.શાહે કટાક્ષ કરતા કહ્યું કે ઇમરાન અને કોંગ્રેસનાં સંબંધને સમજવો મુશ્કેલ છે.

 અમિતભાઈ  શાહે કહ્યું કે નરેન્દ્ર ભાઈ મોદીએ બીજી વખત મુખ્યપ્રધાન બન્યા બાદ 70 વર્ષથી લટકેલી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવ્યો,શાહે કહ્યું કે તાજેતરમાં જ સંસદે સીએએને મંજુરી આપી જેમાં પડોશી દેશોથી આવનારા ધાર્મિક લઘુમતીઓને નાગરિક્તા આપવાની જોગવાઇ છે.

(8:30 pm IST)