Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

પાકિસ્‍તાનમાં લઘુમતી સમુદાયની સગીર છોકરીઓના અપહરણ મામલે આકરો વિરોધ નોંધાવવા બદલ વિદેશ મંત્રાલયે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન ઉચ્ચાયોગના વરિષ્ઠ અધિકારીઓ પાસે જવાબ માગ્યો

નવી દિલ્હી : પાકિસ્તાનમાં લઘુમતિ સમુદાયની સગીર છોકરીઓના અપહરણ મામલે આકરો વિરોધ નોંધાવવા બદલ વિદેશ મંત્રાલયે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન ઉચ્ચાયોગના વરિષ્ઠ અધિકારીઓ પાસે જવાબ માગ્યો છે. વિદેશ મંત્રાલયે છોકરીઓના અપહરણ મામલે પાકિસ્તાની અધિકારીઓ સામે ગંભીર ચિંતા જાહેર કરી છે.

ઇસ્લામાબાદના સુત્રોનું કહેવું છે કે લઘુમતી હિંદુ સમુદાયની બે સગીર છોકરીઓ શાંતિ મેઘવાલ અને સરમી મેઘવાલનું 14 જાન્યુઆરીએ અપહરણ કરવામાં આવ્યું હતું. આ છોકરીઓ સિંધ અને પાકિસ્તાનના ઉમર ગામની રહેવાસી હતી.

આ સિવાય અન્ય ઘટનામાં હિંદુ સમુદાયની સગીર છોકરી મહકનું 15 જાન્યુઆરીએ સિંધ પ્રાંતના જેકોબાબાદ જિલ્લામાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. ભારતે આ ઘટનાઓની આકરી નિંદા કરી છે અને છોકરીઓને તેમના પરિવાર સુધી સુરક્ષિત રીતે પહોંચાડવાનું કહ્યું છે.

(4:25 pm IST)