Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

મેળામાં મરઘા-ફાઇટ

આસામના મોરીગાંવ જિલ્લાના વિસ્તારોમાં તિવા, કરબી, ખાસી, જૈન્તિયા જેવી આદિવાસી કમ્યુનિટીના લોકો ત્રણ દિવસ માટે પર્વતની તળેટી પાસે એકત્ર થાય છે. એ જોન્બીલ મેળા તરીકે જાણીતો ઉત્સવ છે. આ ઉત્સવમાં લોકો એકબીજાના ગામની ચીજોની લેવડદેવડ કરે છે. આ સીધું પૈસાથી થતું વેચાણ નથી હોતું, પરંતુ ચીજોના બદલામાં ચીજો આપીને વિનિમય થતો હોય છે. આ ફેસ્ટિવલમાં લોકોના મનોરંજન માટે મરઘાઓ વચ્ચે લડાઈ કરાવવામાં આવે છે અને લોકો એનો આનંદ માણે છે.

(3:45 pm IST)