Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

મૂળ પાકિસ્તાની મહિલા નીતા કંવર રાજસ્થાનમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જીતીને સરપંચ બની

પાકિસ્તાનથી ભણવા ભારત આવેલી, આઠ વર્ષ પહેલા લગ્ન કર્યા અને પાંચ મહિના પહેલા ભારતીય નાગરિકતા મળી હતી

જયપુર : મૂળ પાકિસ્તાની અને ભારતીય વહુ રાજસ્થાનમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી જીતીને સરપંચ બની છે પાકિસ્તાનથી ભણવા માટે તે પહેલા ભારત આવી હતી અને 8 વર્ષ પહેલા જ તે એક પ્રતિષ્ઠિત પરિવારની વહુ બની અને 5 મહિના પહેલા જ આ પાકિસ્તાની મહિલાને ભારતીય નાગરિકતા મળી છે. ભારતીય નાગરિકતાની સાથે આ પાકિસ્તાની મૂળની ભારતીય વહુ સરપંચ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવ્યું અને આજે આ મહિલા રાજસ્થાનના એક ગામની સરપંચ બની ગઈ છે.

રાજસ્થાનના ટોંક જિલ્લાની નટવાડા ગ્રામ પંચાયતથી સરપંચની ચૂંટણી જીતનારી નીતા કંવરની. જે પોતાનો મહેલ છોડીને ચૂંટણી પ્રચારમાં લાગી હતી અને આજે તે મતોથી ચૂંટણી જીતી હતી.

નટવાડ઼ા ગામના રસ્તાઓ પર લાંબા ઘૂંઘટની સાથે સરપંચ પદ માટે વોટ માગવા નીતા કંવર નીકળી હતી અને તેની મહેનત રંગ લાવી હતી.

8 વર્ષ પહેલા નીતા ગામના 3 વાર સરપંચ રહેલા લક્ષ્‍મણ કરણના પુત્ર પુણ્ય પ્રતાપ કરણની સાથે વિવાહના બંધનમાં જોડાઈને ગામ આવી હતી. નીતા મૂળ પાકિસ્તાની હોવાને કારણે 5 મહિના સુધી ગામના લોકો તેને પાકિસ્તાની વહુ કહીને ઓળખતા હતા.

5 મહિના પહેલા એટલે કે સપ્ટેમ્બર 2019માં જ લાંબી કાયદાકીય પ્રક્રિયા પછી નીતાને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થઈ હતી.

ભારતીય નાગરિકતા અને નટવાડ઼ા ગ્રામ પંચાયતમાં મહિલા માટે પણ સરપંચનું પદ આરક્ષિત થતા આ વખતે નીતા ચૂંટણીમાં ઊભી રહી હતી.

નીતા કુંવર જ્યાં પણ ચૂંટણી પ્રચાર માટે જતી ત્યાં ગ્રામીણોના સારા સ્વાસ્થ્ય અને શિક્ષાને તેની પ્રાથમિકતા જણાવતી હતી. ચૂંટણીના મેદાનમાં ઉતરવાનું કારણ નીતા, ગ્રામીણો દ્વારા તેને મળતો સ્નેહ અને તેના સસસા લક્ષ્‍મણ કરણથી મળેલી પ્રેરણાને બતાવે છે

(2:16 pm IST)