Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

કાનપુરમાં સગીરાની છેડતીના આરોપીઓએ જમીન પર છૂટી પીડિતાની માતાને મોતને ઘાટ ઉતારી : માસીને ગંભીર ઇજા

માતાએ દીકરીનાં નરાધમો વિરુદ્ધ જુબાની આપી હતી : જાહેરમાં નરાધમોએ સગીરાનું અપહરણ કરી બળાત્કારનો પ્રયાસ કર્યો

કાનપુર : ઉત્તર પ્રદેશના કાનપુરમાં રૂવાડા ઉભા કરી દે તેવી ઘટના બની છે એક સગીરા સાથે છેડતીના આરોપીઓને પીડિતાની માતાને મોતને ઘાટ ઉતારી છે ઘટનામાં પીડિતાની માસી પણ ગંભર રીતે ઘાયલ થઈ છે. આ મામલામાં પોલીસે મિન્ટુ અને આવિદ નામના આરોપીની મારપીટમાં ધરપકડ કરી છે. બન્નેને જપાજપીમાં પગ પર ગોળી વાગી છે. ત્યાં જ અન્ય 3 આરોપી મહેબુબ, ચાંદ બાબુ અને જમીલની ઘટના બાદ ધરપકડ કરી લેવામાં આવી છે

ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં વર્ષ 2018માં ચકેરીમાં રહેનારી રુબીની સગીર દીકરીને મોહલ્લામાં રહેનારા મહફુજ અને બાબુ નામનાં વ્યક્તિ તેમનાં સાથિયો સાથે જાહેરમાં અપહરણ કરી લઈ ગયાં હતાં. જ્યારે તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે સગીરાનાં પિતાએ પોક્સો હેઠળ તેમની સામે ફરિયાદ નોંધાવી હતી. જે અંતર્ગત સગીરાની માતા રુબી અને તેની માતાએ જુબાની આપી હતી.

 

બીજી તરફ સગીરાનાં પિતાએ નિવેદન આપ્યું હતું કે મહફુજ અને બાબુ તેમને જુબાની નહી આપવા માટે ધમકાવી રહ્યાં છે. ત્યારે 9 જાન્યુઆરીએ આ નરાધમો જામીન પર બહાર આવ્યાં હતાં. જેમણે પીડિતાની માતા રુબી અને માસીને ઢસડીને ખૂબ માર માર્યો હતો. જેનો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં 5 લોકો રુબી તથા રુબીની બહેનને ઢોર માર મારતા નજરે પડી રહ્યાં છે. આ નરાધમોએ આ બન્ને મહિલાને જૂબાની નહીં આપવા દબાણ કરી માર માર્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત બન્ને મહિલામાંથી રુબિનું 17 જાન્યુઆરીએ હોસ્પિટલમાં મોંત નિપજ્યું હતું.

(1:59 pm IST)