Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

જાપાનની ફેશન ડિઝાઇનિંગ કંપનીના માલિકને 'ચંદ્ર 'ની સફરમાં સાથ આપવા 20 હજારથી વધુ યુવતીઓ તૈયાર

ઓનલાઇન એપ્લિકેશન કાઢીને ગર્લફ્રેન્ડની શોધ આદરતા ભારે પ્રતિસાદ મળ્યો

નવી દિલ્હી :જાપાનની ફેશન ડિઝાઇનીંગ કંપનીના માલિક યુસાકુ મીજાવાએ ગત 12 જાન્યુઆરીએ એક ઓનલાઇન એપ્લીકેશન નીકાળી હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે તે ચંદ્ર પર જઇ રહ્યા છે. અને પોતાનો આ સફરમાં સાથ આપવા માટે એક ગર્લફ્રેન્ડ શોધી રહ્યા છે. આ એપ્લીકેશન પર હજી સુધી 20 હજારથી વધુ યુવતીઓએ ઇચ્છા બતાવી છે

 વર્ષ 2023માં એલન મસ્કના પ્રોજેક્ટ SpaceXની પહેલી કમર્શિયલ સ્પેસફ્લાઇટ માટે તેમને એક મહિલા સાથીની શોધ હતી. ત્યારે યુસાકુ સ્ટારશિપ રૉકેટ પર ચંદ્રમાની નજીક સફર કરનાર પહેલા વ્યક્તિ હશે.

  યુસાકુ એક રિયાલિટી ટીવી શો દ્વારા પાર્ટનરની શોધ કરશે. 12 જાન્યુઆરીએ તેમણે પોતાના ટ્વટિર હેન્ડલથી એક લિંક ટ્વિટ કરી હતી.યુસાકુ મીજાવાએ વર્ષ 2004માં એક ફેશન વેબસાઇટ Zozotown લૉન્ચ કરી હતી. વર્ષ 2018માં યુલાકુએ 72 દેશોમાં પોતાની Zozo ફેશન રેંન્જ લૉન્ચ કરી હતી. તેમણે ગત વર્ષે પોતાની ઓનલાઇન ફેશન કંપની Zozo ના 30 ટકા ભાગીદારી વહેંચી આ કંપનીના સીઇઓ પદથી રાજીનામું આપ્યું હતું. અને આ માટે તેમને 2.3 અરબ ડૉલરનું એક્ઝિટ પેકેજ મળ્યું હતું. તે જાપાનના 18માં સૌથી પૈસાદાર વ્યક્તિ છે.

  વધુમાં મીજાવાએ પોતાની ગર્લફ્રેન્ડમાં કેવી ખુબીઓ હોવી જોઇએ તે અંગે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે યુવતીની ઉંમર 20 વર્ષથી વધુ ન હોવી જોઇએ. સાથે જ સ્પેસ ટ્રાવેલમાં તેને રસ હોવો જોઇએ. તે વિશ્વ શાંતિમાં માનતી હોવી જોઇએ.

 અત્રે ઉલ્લેખનીય છે કે મીજાવા 44 વર્ષના છે. મીઝાવાએ સ્પેસકાફ્ટમાં અનેક સીટો રિઝર્વ કરી રાખી છે. માનવામાં આવે છે કે તે પોતાની સાથે 6 થી 8 લોકોને ચંદ્ર પર લઇ જવા માંગે છે. અને તેમાંથી એક સીટ તેમણે પોતાના રોમાન્ટિક પાર્ટનર માટે રાખી છે. મીજાવાની ગર્લફ્રેન્ડ બનવા માટે એપ્લિકેશન મોકલવાની છેલ્લી તારીખ 17 જાન્યુઆરી હતી. અને એક વેબસાઇટ મુજબ તે માર્ચ સુધીમાં પોતાનો પાર્ટનર સિલેક્ટ કરી લેશે.

(11:56 am IST)