Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

શાહીન બાગના પ્રદર્શનકારીઓને દિલ્હી પોલીસની અપીલ : લોકોની સુવિધા માટે રસ્તો ખાલી કરી દયો

આ પ્રદર્શનના કારણે દિલ્હી એનઆરસીના નિવાસીઓને સમસ્યાનો સામનો કરવો પડે છે

નવી દિલ્હી : દિલ્હી પોલીસે શાહીન બાગના પ્રદર્શનકારીઓને કાલિંદી કુંજ શાહીન બાગ માર્ગ ખોલવાની અપીલ કરી છે. અધિકારીઓએ કહ્યું છે કે આ પ્રદર્શનના કારણે દિલ્હી એનઆરસીના નિવાસીઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીના શાહીન બાદ વિસ્તારમા છેલ્લા એક મહિનામાં ધરણા પ્રદર્શન પર લોકો રોડ પર બેઠા છે. આ રોડ નોઈડા અને દિલ્હીને જોડવાનું કામ કરે છે અને વિરોધ પ્રદર્શનના લીધે નોઈડા ટ્રાફિક પોલીસે તેને બંધ કરી દીધો છે.

  પોલીસે તેના નિવેદનમા કહ્યું છે કે અમે રોડ ૧૩-એ પર બેઠેલા વિરોધ પ્રદર્શનકારીઓને અપીલ કરીએ છીએ કે લોકોની પરેશાનીને સમજે અને રાજમાર્ગ સંપૂર્ણ રીતે બંધ હોવાના લીધે દિલ્હી અને એનસીઆરના નિવાસીઓ, સીનીયર નાગરિકો, દર્દીઓ અને શાળાના બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દો હાઈકોર્ટમા ઉઠી ચુક્યો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીના પરિવહન શરૂ કરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામા આવી છે. જેમાં હાઈકોર્ટે આદેશ આપ્યો છે કાનુન વ્યવસ્થાની મર્યાદામા અને જનતાના હિતમાં કાર્યવાહી કરે. તેમજ લોકોની પરેશાનીના પગલે પોલીસ ગમે ત્યારે રોડ ખાલી કરાવી શકે છે. શાહીન બાગ વિસ્તારમા નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમા ચાલુ પ્રદર્શનના પગલે નોઈડાથી દિલ્હી જનારા લોકોને મથુરા રોડ, આશ્રમ અને ડીએનડી માર્ગ તથા બદરપુર જઈને આશ્રમ ચોક વાળા રોડનો ઉપયોગ કરવા અપીલ કરવામા આવી છે.

(11:47 am IST)