Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

એસી લકઝરી બસોને મળશે પરમીટમાંથી મુકિત

ડબ્બા જેવી બસો ધીમે ધીમે થઇ જશે બંધ

નવી દિલ્હી,તા.૧૮: કેન્દ્ર સરકાર એસી લકઝરી બસોને પરમીટ મુકત કરવા જઇ રહી છે. સરકારના આ પગલાથી દેશમાં લકઝરી બસોનો યુગ શરૂ થશે. બધી લકઝરી બસો બસ બોડી કોડ અને સેવા અનુસાર ચલાવવામાં આવશે. તેનાથી દેશમાં ડબ્બા જેવી બસો ચલાવવાની જુની પરંપરા સમાપ્ત થઇ જશે.

રોડ પરિવહન અને હાઇવે મંત્રાલયે ૭ જાન્યુઆરીએ બધા રાજ્યોના મુખ્ય સચિવો અને પરિવહન સચિજોને અધિસચૂના મોકલી આપી છે.સરકારે આગામી ૩૦ દિવસોમાં બધા હિતધારકો પાસેથી સુચનો મંગાછવ્યા છે. ત્યાર પછી એસી સકઝરી બસોનું પરમીટ રાજમાંથી મુકિત મળી જશે. રોડ પરિવહન ક્ષેત્રના નિષ્ણાંતોને કહેવું છે કે સરકારના આ નિર્ણયથી લકઝરી અને પ્રવાસી બસોના પરિચાલન ક્ષેત્રમા ંમોટુ બજાર ઉભુ થશે. કેટલીક વિદેશી કંપનીઓએ પણ સરકારને પ્રસ્તાવ મોકલ્યો છે.

અધિસૂચના અનુસાર, એસી લકઝરી બસોમાં સીટની આગળ પાછળ પુરતી જગ્યા હશે. સીટો ગાદીવાળી અને આરામ દાયક હશેે. બસમાં પ્રકાશની પુરતી વ્યવસ્થા હશે. બધા મુસાફરોને સીટ આપવી ફરજીયાત હશે. બસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સગવડો આપવી ફરજીયાત હશેે આઇએફટીના એસપી સિંહે જણાવ્યું કે આ લકઝરી બસો પહેલા દિલ્હી-ગુડગાંવ મુંબઇ-નવી મુંબઇ અને અન્ય નાના અંતરો વચ્ચે દોડશે.

ત્યાર પછી મોટા શહેરો વચ્ચે તેનું પરિચાલન વધારવામાં આવશે. ઓછા ભાડામાં લકઝરી બસોમાં પ્રવાસની તક મળતા લોકો લાંબા અંતર માટે કારનો ઉપયોગ ઓછો કરશે. તેના લીધે રોડ એકસીડન્ટ ઓછા થશે અને રોડની મુસાફરી વધુ સુરક્ષિત બનશે.

(11:32 am IST)