Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

બજેટમાં જાહેરાતની સંભાવના

વયોશ્રી યોજનાને સમગ્ર દેશમાં લાગુ કરાશે

હાલ દેશના ૩૨૯ જીલ્લાઓમાં યોજના અમલી છેઃ વૃદ્ધોને મળશે સહારો

નવી દિલ્હી,તા.૧૮: બુઝુર્ગો સાથે સંકળાયેલી રાષ્ટ્રીય વયોશ્રી યોજનાએ સરકાર હવે વધુ ઝડપ આપી શકે છે. બજેટમાં તેને દેશના બધા જીલ્લામાં લાગુ કરવા જેવી જાહેરાતો થઇ શકે છે. હાલમાં દેશના ૩૨૯ જીલ્લાઓમાં જ તે અમલી છે. જો કે તેની લોકપ્રિયતા એટલી વધારે છે કે લગભગ બધા સાંસદોએ તેને પોતાના વિસ્તારમાં શરૂ કરવાની માંગણી કરી છે. આમ પણ તેને વિસ્તારવાથી સરકાર પર કોઇ નાણાકીય બોજ નથી. પડવાનો કેમ કે સંચાલન બેંકોમાં પડેલા હજારો કરોડના અનકલેમ્ડ ફંડમાંથી થાય છે.

આ યોજનાની લોકપ્રિયતાનું એક મોટુ પાસુ એ પણ છે કે આના હેઠળ વૃધ્ધો ને એવા ઉપકરણો આપવામાં આવે છે જેની તેમને વૃધ્ધાવસ્થામાં સૌથી વધુ જરૂર હોય છેે. તેમાં ચશ્મા, સાંભળવવાનેં મશીન લાકડી, વોકર, વ્હીલચેર, ચોકઠુ અને ટ્રાઇપોડ વગેરે મુખ્ય છે. મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓનુ ંમાનીએ તો આના માર્ગમાં ફકત ઉપકરણોની સપ્લાય એ એક માત્ર અડચણ છે. આ ઉપકરણોનું ઉત્પાદન ફકત એલિમ્કો (આર્ટીફીશ્યલ લિંબસ મેન્યુફેકચરીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા) જ કરે છે. હાલમાં જે જીલ્લાઓમાં આ યોજના ચાલે છે. ત્યાં પણ સમયસર ઉપકરણો પહોંચાડવાની મુશ્કેલી છે.

જો કે ઉચ્ચ અધિકારીઓનું માનીએ તો આ દરમ્યાન એલિમ્કો કેટલાય નવા યુનિટો પણ ચાલુ કર્યા છે. જ્યાં ઉત્પાદન શરૂ થઇ ગયું છે. એટલે ઉપકરણોના સપ્લાય બાબતે હવે કોઇ મુશ્કેલી નહીં થાય. સુત્રો અનુસાર, દેશની અલગ અલગ બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં હાલમાં લગભગ ૩૨ હજાર કરોડ રૂપિયાનું અનકલેમ્ડ ફંડ પડ્યું છે. આમ પણ સરકારનું ધ્યાન સીનીયર સીટીઝનો પર છે. ૨૦૧૧ની વસ્તીગણતરીના આંકડાઓ અનુસાર, દેશમાં બુઝર્ગોની કુલ સંખ્યા લગભગ ૧૧ કરોડ છે. જે ૨૦૨૬ સુધીમાં લગભગ ૧૭ કરોડ થવાનો અંદાજ છે. સરકાર હમણાં જ વડીલોની દેખભાળ અંગે સંસદમાં એક કડક કાયદો લાવી છે.

(11:29 am IST)