Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

સાઉદી અરબના રેતાળ રણ પ્રદેશમાં બરફવર્ષા : લોકો અને રણનું વાહન ઉંટ પણ હેરાન -પરેશાન

દહર પર્વતમાળાના વિસ્તારોમાં બરફવર્ષા થયા પછી તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે

નવી દિલ્હી : સાઉદી અરબના રેતાળ રણ પ્રદેશમાં બરફ વર્ષા થઇ છે ભંયકર રણ પ્રદેશવાળા સાઉદી અરબનાં કેટલાક વિસ્તારોમાં અત્યંત ભયાનક બરફવર્ષા થઈ છે. જ્યારે આ વર્ષા થી મનુષ્યની સાથે સાથે રણનું વહાણ તરીકે ઓળખાતના ઉંટ પણ હેરાન છે.

   અત્યંત ભારે બરફ વર્ષાને કારણે ઘણા સ્થળો પર બરફની મોટી મોટી ચાદરો છવાઈ ગઈ છે. ભલે પર્યટકોને આ મોસમ ગમી રહ્યું છે. પરંતુ ઉંટ આ બદલાયેલા મોસમનાં કારણે હેરાનીથી આકાશ તરફ મીટ માંડી રહ્યા છે. ઉંટ આ ઋતુનાં ઉતાર ચઢાવથી ઘણા પરેશાન છે. સાઉદી અરબ જ નહી પરંતુ સંયુક્ત આરબ અમીરાતનાં ઘણા ભાગોમાં પણ ઋતમાં મોટા ફેરફાર આવ્યા છે.

   આ સંદર્ભમાં પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન તુર્કી અલ ફૈસલે તેમના ટ્વિટર એકાઉન્ટ પર સાઉદીના વિસ્તારોની કેટલીક તસવીરો શેર કરી છે જે બરફની ચાદરથી ઢંકાયેલ છે. સાઉદીના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં દહર પર્વતમાળાના વિસ્તારોમાં બરફવર્ષા થયા પછી તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે નીચે ગયું છે. આ પછી હવામાન શાસ્ત્રીઓએ ચેતવણી જારી કરી છે

(1:01 am IST)