Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

મુંબઈમાં પબ,રેસ્ટોરન્ટ અને મોલ્સ 24 કલાક ખુલ્લા રહેશે : પુણે-મુંબઈ હાઇપરલુપ પ્રોજેક્ટને લીલીઝંડી

ફડનવીસ સરકારના મોટા નિર્ણયને પલ્ટી નાખતી ઠાકરે સરકાર

મુંબઈ : મહારાષ્ટ્રનાં ઉધ્ધવ ઠાકરેની સરકારે બે મોટા નિર્ણંય લીધા છે પુર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સરકારનાં એક નિર્ણયને પલટી નાખ્યો છે.ત્યાં જ રાજ્યનાં પ્રધાન આદિત્ય ઠાકરેએ એક પ્રોજેક્ટને લીલી ઝંડી આપી.છે 

દેવેન્દ્ર ફડણવીસ સરકારે પુણે-મુંબઇ હાઇપરલૂપ પ્રોજેક્ટને મંજુરી આપી ન હતી, જેને વર્તમાન સરકારે મંજુરી આપી છે,તે ઉપરાત સરકારે રેસ્ટોરન્ટ અને મોલ્સ 24 કલાક ખુલ્લા રાખવાનો પણ નિર્ણય કર્યો છે.

ફડણવીસ સરકારે મુંબઇમાં 24 કલાક પબ, રેસ્ટોરન્ટ,અને મોલ્સને ખુલ્લા રાખવા પર મનાઇ ફરમાવી હતી, આ અંગે આદિત્ય ઠાકરેએ સરકારનાં ઘણા પ્રધાનો સહિત મુખ્યપ્રધાન સાથે મુલાકાત પણ કરી હતી.

જો કે વર્તમાન સરકારે તેને લીલી ઝંડી આપી છે, હવે શહેરમાં 24 કલાક મોલ, રેસ્ટોરન્ટ, 26 જાન્યુઆરીથી પાયલટ પ્રોજેક્ટરૂપે 24 કલાક ખુલ્લા રહેશે.જો કે હાલ મુંબઇનાં કાલાઘોડા,નરીમાન પોઇન્ટ,બિકેસી તથા મિલ કંપાઉન્ડ વિસ્તારમાં તે ખુલ્લા રાખવાનો નિર્ણય કરાયો છે.

(12:44 am IST)