Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

એકધારી 21 મેડન ઓવર નાખવાનો રેકોર્ડ સર્જનાર ઓલરાઉન્ડર બાપૂ નાડકર્ણીનું 86 વર્ષની વયે નિધન

41 ટેસ્ટ મેચ રમી 25ની સરેરાશથી 1414 રન બનાવ્યા: 1.67ની ઈકોનોમીથી 88 વિકેટ ઝડપી

 

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર બાપૂ નાડકર્ણીનું 86 વર્ષની વયે નિધન થયું છે. નાડકર્ણીએ ભારત માટે 1955માં ડેબ્યૂ કરીને પહેલી મેચ રમી હતી. તેમણે ભારત માટે 41 ટેસ્ટ મેચ રમી જેમાં તેમણે 25ની સરેરાશથી 1414 રન બનાવ્યા. દરમિયાન તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 122 રન કર્યાં હતા. જ્યારે બોલિંગમાં તેણે 1.67ની ઈકોનોમીથી 88 વિકેટ ઝડપી હતી. બોલિંગમાં તેમનો સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 43 રન આપી 6 વિકેટનું રહ્યું છે.

બાપૂ નાડકર્ણીનું નામ એક એવો રેકોર્ડ છે જેને આજ સુધી કોઈ બોલર તોડી શક્યો નથી. 1964માં બાપૂ નાડકર્ણીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ સતત 21 મેડન ઓવર નાખી હતી. રોકોર્ડ આજે પણ કાયમ છે કોઈ પણ બોલર રેકોર્ડ તોડી શક્યું નથી અને આવનારા સમયમાં પણ તેને તોડવો મુશ્કેલ છે.

 

(12:03 am IST)