Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી રાજયપાલની સર્વદલીય બેઠકમાં સામેલ ન થયાઃ રાજયપાલને આપ્યો ઝટકો

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી  મમતા બેનરજી રાજયપાલ જગદીપ ધનખડ તરફથી બે ખરડાઓ પર ચર્ચા માટે ગુરુવારના બોલાવવાામં આવેલ સર્વદલીય બેઠકમાં પણ સામેલ ન થયા. એમણે આનું કારણ વ્યસ્તતા બતાવેલ છે. એમપીઆરને લઇ કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી બોલાવવામાં આવેલ બેઠકમાં પણ તે સામેલ થયેલ નહી.

રાજભવનએ એક નિવેદનમાં કહ્યું કે મુખ્યમંત્રી કાર્યાલયએ રાજયપાલને સચિવાલયને સૂચિત કર્ર્યુ કે શુક્રવારના પહેલેથી જ નકકી કાર્યક્રમોને લઇ મુખ્યમંત્રી મમતા બેનરજી માટે બેઠકમાં સામેલ થવું સંભવ નહી થાય. રાજયપાલ બન્યા પછીથી ધનખડ અને બેનરજી અને તેમની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ વચ્ચે ઘણા મામલા પર ટકરાવ ચાલી રહ્યો છે.

આ વચ્ચે રાજયપાલએ વિધાનસભામાં પસાર એ બે ખરડા પર ચર્ચા માટે બેઠક બોલાવી હતી જેના પર એમની ( રાજયપાલની)  મંજુરીનો ઇન્તજાર છે રાજયપાલએ મુખ્યમંત્રીને આ મામલાને પ્રાથમિકતા આપવા અને આ મામલા પર ચર્ચા ખાતર બેઠક માટે જલ્દીથી જલ્દી સમય કાઢવા અપીલ કરી છે. નિવેદનમા કહેવામાં આવ્યેું કે બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા અબ્દુલ મન્નાન અને વાય મોર્ચા વિધાનસભામા વિપક્ષના નેતા અબ્દુલ મન્નાન અને વાયમોર્ચાના ધારાસભ્ય દળના નેતા સુજાન ચક્રવર્તીએ બેઠક ર૧ જાન્યુઆરીના કરવા અનુરોધ કર્યો છે.

(12:00 am IST)