Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

" બાલ સંસ્કાર શિબિર " : અમેરિકાના ડલાસમાં આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં યોજાઈ ગયેલો ત્રિદિવસીય કાર્યક્રમ : પાવર ઓફ સેવાના થીમ સાથે યોજાયેલી શિબિરમાં140 જેટલા બાલ-બાલિકાઓએ ભાગ લીધો

ડલાસ : ડલાસના આંગણે ડિસેમ્બર 28 થી 30 ના રોજ બાળકોની શિયાળુ બાળ-સંસ્કાર શિબિરનું આયોજન થયું હતું. 140 જેટલા બાલ-બાલિકાઓએ આ ત્રિદિનાત્મ શિબિરમાં ભાગ લીધો હતો. બાળકો ફિનિક્સ, બોઇઝી, શર્વરપોર્ટ, સનન્ટોનીઓ, વેકો વગેરે જુદા જુદા સ્થળેથી આવ્યા હતા. "પાવર ઓફ સેવા" તે આ શિબિરનું મુખ્ય હેતુ હતો.

શિબિરમાં બાળકોને સેવા કોને કહેવાય, સેવા કેમ કરવી, વિવિધ સેવાઓની માહિતી, સેવાના આદર્શ ઉદાહરણ એવા સંતો-હરિભક્તો વિશે શીખવાડવામાં આવ્યું હતું. બધા બાળકો  સવારે 7:30 વાગ્યે ગુરુકુળમાં આવી પૂજા કરતા, ત્યાર પછી યોગા-પ્રાણાયામ કરી નાસ્તો કરતા. સવારમાં ક્લાસરૂમમાં વ્યવસ્થિ બાળકોને સેવા વિષે શીખવવામા આવતું. બપોર પછી બાળકોને  પ્રેકટીકલ સેવા વિષે શીખવાડવામાં આવતું. તે ઉપરાંત બાળકોમાં ટિમ સ્પિરિટ વધે તે માટે જુદી-જુદી ઇન્ટરસિટીવ પ્રવૃતિઓ કરાવવામાં આવતી.

શિબિરને સફળ બનાવવામાં ગુરુકુળ યૂથનાં યુવાન બાળકોનો સિંહ ફાળો રહ્યો. આ બાળકોએ અમેરિકાના જુદા જુદા ગુરુકુળ સેન્ટરમાં જઈને ત્યાં પણ શિબિરમાં સેવા વિષે શીખવાડ્યું હતું.  તે ઉપરાંત 40-50 જેટલા સ્વયંસેવકોએ આ શિબિરને સફળ બનાવવા માટે પૂજ્ય શાંતિપ્રિય સ્વામીના માર્ગદર્શન નીચે ખુબ સેવા કરી હતી.તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(12:54 pm IST)