Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

આર્થિક આધારે 10 ટકા અનામત આપવાના નિર્ણંય સામે ડીએમકે હાઈકોર્ટમાં પહોંચ્યું :સુપ્રીમમાં NGOની પિટિશન

આર્થિક આધારે અનામત આપવાનો નિર્ણય બંધારણની વિરુધ્ધ

ચેન્નાઇ :આર્થિક આધારે 10 ટકા અનામત આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને કરુણાનિધીની પાર્ટી ડીએમકે દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જનરલ કેટગરીમાં અનામત આપવાના નિર્ણયને પાર્ટીએ એસસી અને એસટી વિરુધ્ધ બતાવ્યો છે.હાઈકોર્ટમાં પાર્ટીના સચિવ આર એસ ભારતીએ પિટિશન કરી છે.જેમાં કહેવામાં આવ્યુ છે કે આર્થિક આધારે અનામત આપવાનો નિર્ણય બંધારણની વિરુધ્ધ છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે ડીએમકે દ્વારા સંસદમાં પણ આ બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો.બીજી તરફ દિલ્હીમાં પણ એક એનજીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે.

(10:08 pm IST)