Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

સબરીમાલા મંદિરમાં ૫૧ મહિલાઓએ કરેલા દર્શન

જોરદાર વિવાદ વચ્ચે આંકડા રજૂ

કોચી, તા. ૧૮ : સબરીમાલા મંદિરમાં મહિલાઓની એન્ટ્રીને લઇને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ વિવાદ અકબંધ રહ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દરેક વયનીમહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવા અને દર્શન કરવાની મંજુરી હતી.

મુખ્યમંત્રી વિજયનના નેતૃત્વમાં સરકારે મંદિરમાં મહિલાઓના પ્રવેશ માટે તમામ પ્રયાસ કર્યા હતા જેના પરિણામ સ્વરૂપે ભારે વિરોધ વંટોળની સ્થિતિ રહી છે. શ્રદ્ધાળુઓના વિરોધ વંટોળ વચ્ચે કેરળ સરકારે કબૂલાત કરી છે કે,  હજુ સુધી સબરીમાલા મંદિર ૫૧ મહિલાઓના પ્રવેશ થઇ ચુક્યા છે. કેરળ સરકારના કહેવા મુજબ ૧૬મી નવેમ્બર ૨૦૧૮ બાદથી હજુ સુધી સબરીમાલા મંદિરમાં કુલ ૪૪ લાખ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવી ચુક્યા છે. એક બાજુ પિનરાય વિજયનની સરકાર જ્યાં મંદિરમાં મહિલાઓની એન્ટ્રીને લઇને પ્રયાસ કરતી રહી છે. બીજી બાજુ શ્રદ્ધાળુઓ દ્વારા મહિલાઓના પ્રવેશને લઇને વિરોધ કરે છે.

 

(8:14 pm IST)