Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

જેલરે મોનિકા બેદીને જોવા માટે જેલના બાથરૂમમાં સીસીટીવી લગાડી દીધા હતા

મોનિકા બેદીને જેલમાં નહાવા માટે ડવ સાબુ અપાતો હતોઃ મોનિકા કાયમ થ્રી સ્ટાર હોટલમાંથી જમવાનું મંગાવતી હતી.

મુંબઈ, તા.૧૮: બોમ્બ ધડાકાની આરોપી અને અન્ડર વર્લ્ડ ડોન અબુ સલેમની પૂર્વ પ્રેમિકા મોનિકા બેદીનો આજે ૪૪મો જન્મદિવસ છે. અબુ સલેમ સાથે નામ જોડાવાના લીધે મોનિકાનો કરિયર ગ્રાફ નીચે આવી ગયો તેમ છતાં તેના ચાહકોની સંખ્યા ઘટી નથી. નકલી પાસપોર્ટ તૈયાર કરવાના ગુનામાં મોનિકા બેદી વર્ષ ૨૦૦૬ના જુલાઈથી વર્ષ ૨૦૦૭ જુલાઈ સુધી ભોપાલ જેલમાં કેદી હતી. મોનિકાના જેલવાસ દરમિયાન જેલનો જેલર તેની સુંદરતાનો આશિક બની ગયો હતો. જેલર મોનિકા પાછળ એટલો પાગલ થયો હતો કે તેણે જેલમાં દરેક જગ્યાએ સીસીટીવી લગાડી દીધા હતા.

જેલરે મોનિકાનો એમએમએસ તૈયાર કરવા માટે જેલના બાથરૂમમાં પણ સીસીટીવી લગાડી દીધા હોવાની વિગતો પ્રકાશમાં આવ્યા બાદ વિવાદ થયો હતો.

વર્ષ ૨૦૦૬માં અન્ડર વર્લ્ડ ડોન અબુ સલેમની પ્રેમિકા અને બોલિવૂડની અભિનેત્રી મોનિકા બેદીને ભોપાલની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવી હતી. એ વખતે જેલર પુરૂષોત્તમ સોમકુંવર અને તેના વિભાગના અનેક અધિકારીઓ મોનિકા બેદીની આસપાસ જ ફરતા રહેતા હતા.

જેલર પુરૂષોત્તમને તો જાણે મોનિકા સાથે જ પ્રેમ જ થઈ ગયો હતો. જેલર મોનિકાની તમામ ઇચ્છાઓ પુરી કરતા હતા. એ વખતે જોરશોરથી એવી ચર્ચાઓ પણ થઈ હતી કે જેલમાં મોનિકાને નહાવા માટે ડવ સાબુ આપવામાં આવતો હતો.

એટલું જ નહીં પરંતુ મોનિકા જેલમાં કાયમ કોઈને કોઈ થ્રી સ્ટાર હોટલમાંથી જમવાનું મંગાવતી હતી. મોનિકાની સુંદરતા જળવાઈ રહે તેથી તમામ પ્રકારના સોંદર્ય પ્રસાધનો તેને જેલમાં પુરા પાડવામાં આવતા હતા. મોનિકાની સુંદરતાના લીધે જેલમાં અનેક અધિકારીઓ સમય પહેલાં દ્યરે જવાના બદલે જેલમાં જ કલાકો બેસી રહેતા હતા.

જેલર પુરૂષોત્તમ સોમકુંવર પર મોનિકાનું જાદુ સવાર હતું કે પછી જેલની બહારથી તેના કોઈ આકાઓ નિર્દેશ આપી રહ્યાં હતા તેની માહિતી નથી પરંતુ એક માર્ચ ૨૦૧૨ના રોજ જયારે ઈંદોરની લોકાયુકતની ટીમે જેલર પુરૂષોત્તમના નિવાસ પર રેઇડ કરી ત્યારે તેમની પાસેથી સાત કરોડની સંપતી મળી આવી હતી. હાલમાં આ કેસમાં જેલર જાતે જ જેલમાં સજા કાપી રહ્યા છે.

(4:10 pm IST)
  • મોદી સરકાર લોકસભાની ચૂંટણી ૩ અઠવાડિયા વહેલી આપી દેશે? : રવિ પાકની લણણી સમયે ખેડૂતોના મહા ગુસ્સાનો સામનો કરવો પડે નહીં એ માટે મોદી સરકાર લોકસભાની ચૂંટણી ૩ અઠવાડિયા વહેલી આપી દેશે તેવું જાણવા મળે છે : ૧૩ ફેબ્રુઆરીએ લોકસભાનું બજેટ સત્ર પૂરું થયા પછીના ગણત્રીના દિવસોમાં જ ચૂંટણી પંચ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દયે તેવી સંભાવના છે. access_time 7:32 pm IST

  • દેહગામના કોલ્ડસ્ટોરેજમાં બ્લાસ્ટ થતાં ૪ના મોત : જય અંબે કોલ્ડ સ્ટોરેજમાં એમોનીયા ગેસની લાઈન ફાટતા બ્લાસ્ટ થયો હતો : જેમાં ૪ના મોત, ૨થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવારમાં ખસેડાયા access_time 5:58 pm IST

  • બિહારમાં ચૂંટણી પંચે રાજકીય પક્ષોને કહ્યું કે ઇવીએમને ફૂટબોલ નહિ બનાવો : ભાજપ અને જેડીયુને ઝાટકી નાખ્યું :રાજદ અને ડાબેરીઓને પણ ખખડાવ્યા :લોકસભા ચૂંટણીની તૈયારી માટે બે દિવસ પટના પહોંચ્યું ચૂંટણી પંચ દ્વારા ચારેય પક્ષોની મુખ્યમાંગ ફગાવી :ચૂંટણી આયોગ પાસે ભાજપ અને જેડીયુએ મતદાતા પત્ર સાથે મતદાતા ઓળખકાર્ડ અનિવાર્ય બનાવવા માંગ કરી હતી :રાજદ અને સીપીઆઇએમએ ઇવીએમને બદલે બેલેટ પેપરથી મતદાન કરાવવા માંગ હતી access_time 12:53 am IST