Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

CBIના નવા વડા કોણ બનશે? રેસમાં વાય.સી. મોદીનું નામ મોખરે

૨૭ કે ૨૮મીએ નવા ચીફનું એલાન

નવી દિલ્હી તા. ૧૮ : સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના નવા ડાયરેકટરની નિમણૂકની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.  વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ત્રણ-સભ્યોની પસંદગી સમિતિ ૨૪ જાન્યુઆરીએ નવા સીબીઆઈ ડાયરેકટરની પસંદગી કરશે. તે બેઠક મોદીના સત્ત્।ાવાર નિવાસસ્થાને યોજાશે જેમાં વડા પ્રધાન ઉપરાંત દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને કોંગ્રેસના સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગે હાજરી આપશે.

સીબીઆઈના નવા ડાયરેકટર તરીકે હાલ અનેક અધિકારીઓના નામ ચર્ચામાં છે. ઘણા અધિકારીઓ એ માટે પાત્ર બન્યા છે. આમાં ૧૯૮૨દ્મક ૧૯૮૫દ્ગક્ન વર્ષો વચ્ચે ૪ બેચના ૧૭ અધિકારીઓ દાવેદાર બન્યા છે. એમાંથી ડાયરેકટોરેટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ દ્વારા ૬ નામ પસંદ કર્યા છે. જોકે આ છમાંથી ચાર અધિકારીના નામ જ મોદીની આગેવાની હેઠળની પસંદગી સમિતિને મોકલવામાં આવશે.

સીબીઆઈના વિવાદાસ્પદ સ્પેશિયલ ડાયરેકટર રાકેશ અસ્થાનાની સીબીઆઈમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. એમને બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિકયુરિટીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. આ એજન્સી એરપોર્ટ અને ફલાઈટ સિકયુરિટીની દેખભાળ કરે છે.

સીબીઆઈના નવા ડાયરેકટર બનવાની રેસમાં યોગેશ ચંદર મોદી (વાય.સી. મોદી)નું નામ મોખરે હોવાનું સૂત્રોનું કહેવું છે. તેઓ હાલ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ના વડા છે. તેઓ ૧૯૮૪ના બેચનાન આસામ-મેઘાલય કેડરના ઓફિસર છે. વાય.સી. મોદીને કુલ ૩૩ વર્ષનો અનુભવ છે અને સીબીઆઈ એજન્સીમાં તેઓ ૧૦ વર્ષ કામ કરી ચૂકયા છે.

૨૦૦૨-૨૦૧૦ અને ૨૦૧૫-૨૦૧૭ દરમિયાન બે મુદતમાં વાય.સી. મોદીએ સ્પેશિયલ ક્રાઈમ અને આર્થિક ગુનાઓ તેમજ ભ્રષ્ટાચાર-વિરોધી કેસો સંભાળ્યા હતા.  સીબીઆઈમાં દાયકા લાંબી સેવાના અનુભવને કારણે એજન્સીના નવા વડા બનવા માટે વાય.સી. મોદી ફેવરિટ ગણાય છે.

(3:44 pm IST)