Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

હૈદાબાદમાં માત્ર પારાપેટ વિનાની અગાસી ઉપરથી પતંગ નહિ ઉડાવવા કહેવાયેલઃ અફવાનુ ખંડન

પો. કમિ. અંજની કુમારે કહયું કે પતંગો અન્ય ધર્મને ઠેસ પહોંચે તેવી જગ્યાએ ન જાય તેવુ કહેવાયેલ

હૈદરાબાદ, ૧૧ જાન્યુઆરીના રોજ ધ હિન્દુ બિઝનેસ લાઈન, ફાયનાન્શિયલ એક્સપ્રેસ સહિત દેશના મુખ્ય અખબારોમાં અહેવાલ છપાયા હતા કે, ''હૈદરાબાદમાં સંક્રાંતિના તહેવાર દરમિયાનપતંગ ઉડાવવા પર પ્રતિબંધ'' જેના કારણે દેશમાં ભારે હોબાળો થયો હતો. આસમાચારો તથ્યથી ઘણા જ વિમુખ સાબિત થાય છે.પોલીસ ખાતાએ માત્ર એવી સૂચના જાહેર કરી હતી કે,માતા-પિતા પોતાના બાળકોનેએવા ધાબા પરથી પતંગ ઉડાવતા રોકે જેની  ફરતે પેરાપેટ  દિવલ ન હોય. ખોટા  સમાચારનો હવાલો આપી અનેક જમણેરી સંગઠનો અને કાર્યકર્તાઓ સરકાર અને તંત્ર પર હિન્દુ ધર્મ વિરોધી હોવાનોઆરોપ મૂકી દલીલો કરી હતી. આ અંગે વિવાદ વધુ વણસેતે પહેલાં હૈદરાબાદ પોલીસે,પોલીસ કમિશનર અંજનીકુમારનું નિવેદન ટ્વીટ  કર્યું હતું જેમાં તેઓ કહે છે કે, બિન અધિકૃત વ્યક્તિ  દ્વારા અફવા ફેલાવવામાં આવી રહીછે કે, સંક્રાંતિના પ્રસંગે પતંગ ઉડાવવા પર પ્રતિબંધ છે. હું એ  સ્પષ્ટ કરવા માંગું છું કેઆવો કોઈ પ્રતિબંધ મૂક્યોનથી. અમે માત્ર એ સલાહજારી કરી હતી કે પતંગ કોઈ   અન્ય ધર્મ કે વ્યક્તિની ભાવનાઓને ઠેસ પહોંચે એવીજગ્યા એ ન જાય  તે અંગે તકેદારી રાખવામાં આવે છે.  હું સ્પષ્ટ કરું છું કે, મકરસંક્રાંતિ ઉત્સાહ અને ઉમંગનો પર્વ છે. જેમાં યુવાઓ પતંગ ઉડાવી મજા માણે છે. હૈદરાબાદપોલીસ દ્વારા પતંગ ઉડાવવા  માટેના સલાહ સૂચનો અંગે ગેરમાર્ગે દોરતા મથાળાના પગલે અનેક મીડિયા પ્રબંધનો અને સોશિયલ મીડિયા ઉપયોગ કર્તાઓ આ અંગે અહેવાલ પ્રસિદ્ધ કરવા તેમજ ટીકા-ટિપ્પણી કરવા દોરાયા હતા. આ ઘટના સૂચિત કરે છેકે, આપણા દેશમાં જવાબદારપત્રકારત્વની તાતી જરૂરિયાત   છે.

 

(3:17 pm IST)