Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

જિઓ 5G નેટવર્ક માટે તૈયાર : વાઇબ્રન્ટમાં MOU વરસ્યા

અદાણી મુંદ્રામાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રીડ સોલાર પ્લાન્ટ અને લખપતમાં સિમેન્ટ પ્લાન્ટ સ્થાપશે : સુઝુકી મોટર્સનો વધુ એક પ્લાન્ટ કાર્યરત થશે, વાર્ષિક ૭II લાખ કાર ઉત્પાદનનો લક્ષ્યાંક : ગુજરાત 'વાઇબ્રન્ટ' ઉંચાઇએઃ સમિટ શુભારંભ કરાવતા મોદી : ગુજરાત દેશનું પ્રથમ ડીજીટલ રાજ્ય બનશે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૮ : ગુજરાત સરકાર આયોજીત નવમી વાઇબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે ટોચના ઉદ્યોગકારોએ ગુજરાતમાં મોટા મૂડી રોકાણના ઇરાદા વ્યકત કરેલ. આજે કરોડોના રોકાણના એમ.ઓ.યુ. થઇ રહ્યા છે. રિલાયન્સના વડાશ્રી મુકેશ અંબાણીએ જિઓ 5G માટે કંપની તૈયાર હોવાનો નિર્દેશ કર્યો હતો.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટને સંબોધતા રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યુ કે ગુજરાતી હોવાનો તેમને ગર્વ છે. રિલાયન્સે ગુજરાતમા અત્યાર સુધી ૩ લાખ કરોડનું રોકાણ કર્યુ છે. અને હવે જીયોના 5G નેટવર્કથી ગુજરાતને જોડવામાં આવશે. મુકેશ અંબાણીએ કહ્યુ કે ગુજરાત દેશનુ પ્રથમ ડિજિટલ રાજય બનશે.

શ્રી અંબાણીએ ઉદ્બોધનમાં જણાવ્યું કે ગુજરાતની જમીન ઉદ્યોગો માટે ફાયદાકારક છે અને ઈન્ડસ્ટ્રીઝ માટે ગુજરાત રોલ મોડલ છે. રિલાયન્સ ગુજરાતમાં ઈન્વેસ્ટમેન્ટ આગળ પણ ચાલુ જ રાખશે. જેનાથી રોજગારીમા પણ વધારો થશે. મુકેશ અંબાણીએ ૬ કરોડ ગુજરાતીઓના સ્વપ્નને પોતાનું સ્વપ્ન ગણાવ્યુ. આ ઉપરાંત ડેટા સિકયોરિટી અને પીડીપીયુમાં વિદ્યાર્થીઓને મળતી ઉજળી તકોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આજે ૯મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટને સંબોધતા રિલાયન્સ ગ્રુપના ચેરમેન શ્રી મુકેશ અંબાણીએ કહ્યુ કે ગુજરાતી હોવાનો તેમને ગર્વ છે. રિલાયન્સે ગુજરાતમા અત્યાર સુધી ૩ લાખ કરોડનું રોકાણ કર્યુ છે. અને હવે જીયોના 5G નેટવર્કથી ગુજરાતને જોડવામાં આવશે.મુકેશ અંબાણીએ કહ્યુ કે ગુજરાત દેશનું પ્રથમ ડિજિટલ રાજય બનશે. તેમણે પોતાની સ્પીચમા જણાવ્યું કે ગુજરાતની જમીન ઉદ્યોગો માટે ફાયદાકારક છે અને ઈન્ડસ્ટ્રીઝ માટે ગુજરાત રોલ મોડલ છે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મહત્વની જાહેરાત કરતા કહ્યું કે અમે આ વખતે અમારૃં રોકાણ વધારવાના છીએ. અદાણી ગ્રુપ ગુજરાતમાં કુલ ૫૫ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. અદાણી ગ્રુપ કચ્છમાં વિશ્વનું સૌથી મોટું સોલર પ્લાન્ટ બનાવવાના છે. આ ઉપરાંત તેમણે વડાપ્રધાનના વખાણ કરતા કહ્યું કે ચેમણે શ્નસૌનો સાથ સૌનો વિકાસલૃનું સપનું સાકાર કર્યું છે. ભારત ગ્લોબલ આર્થિક વિકાસનું કી એન્જિન હવાનું પીએમ મોદીએ સાબિત કરી દીધું છે. વડાપ્રધાન મોદીની કામગીરીથી ભારત વિવિધ ક્ષેત્રોમાં આગળ જ નહીં પરંતુ નંબર વન બની રહ્યું છે.

આદિત્ય બિરલા ગ્રુપ ગુજરાતમાં આગામી ત્રણ વર્ષમાં કેમિકલ, ખાણ અને ખનિજ, સિમેન્ટ અને સોલર ઉર્જામાં ૧૫ હજાર કરોડનું રોકાણ કરશે.

સુઝુકી મોટર્સના ચેરમેને કહ્યું કે, ટૂંક સમયમાં સુઝુકી મોટર્સનો બીજો પ્લાન્ટ પણ ગુજરાતમાં સ્થાપવામાં આવશે. તેમણે કહ્યું કે અમે ૨૦૨૦ સુધીમં બીજો પ્લાન્ટ શરૂ કરી દઈશું. ત્યારબાદ ત્રણ એસેમ્બલી લાઈનમાં ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ૭.૫ લાખ યુનિટ થઈ જશે.

જાણીતા ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ કહ્યું કે, તેઓએ ગુજરાતમાં પહેલાથી જ ૩૦ હજાર રૂપિયાનું મૂડી રોકાણ કર્યું છે અને હવે તેઓએ વધુ ૧૫ હજાર રૂપિયાનું મૂડી રોકાણ કરવાની જાહેરાત કરી છે. વાઈબ્રન્ટ ગુજરાત દ્વારા તેના વિકાસ યાત્રાની પ્રગતિને જોઈ શકાય છે. અમારા માટે ગુજરાત એ આગવું મહત્વ ધરાવે છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૦ મિલિયન ડોલરનું મૂડી રોકાણ એફડીઆઈ દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાતમાં બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ હોવાથી વધારે લાભ થાય છે.

ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરે સંબોધન કરતા કહ્યું કે, ટાટા પરિવાર માટે ગુજરાત એ એક અત્યંત મહત્વનું રાજય છે. અમારા ૨૫ હજારથી વધારે કર્મચારીઓ ગુજરાતમાં ૩૦ વર્ષથી વધાર સમયથી કાર્યરત છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં ટાટા કેમિકલ્સની ક્ષમતામાં વધારો કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે ગુજરાત અમારું માટે સૌથી મોટું પાર્ટનર છે.

(2:46 pm IST)