Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

રાહુલ ગાંધી મહારાષ્ટ્રના દલિત નેતાને સન્માન જનક સીટ આપે તો મહાગઠબંધનમાં જોડાવા તૈયાર ઓવૈસીની શરત

નવી દિલ્હી :લોકસભા ચૂંટણીની તૈયારીઓ સાથે રાજકીય પાર્ટીઓ પોતાની રણનીતિ ઘડવાની શરૂ કરી દીધી છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે એક શરત રાખી છે.

મહાગઠબંધન પર પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું છે કે, જો રાહુલ ગાંધી મહારાષ્ટ્રના દલિત નેતા પ્રકાશ આંબેકડરને સન્માનજનક બેઠક આપે તો તેઓ મહાગઠબંધનમાં સામેલ થઈ શકે છે.

   ઓવૈસીએ મહાગઠબંધનની તાકાત વધારવા માટે રાહુલ ગાંધી સામે રજૂઆત કરી છે. ઓવૈસીએ રેલીને સંબોધિત કરતા કહ્યુ કે મને કોઈ બેઠક ન જોઈ પરંતુ હું ઈચ્છુ છુ કે મારા મોટા ભાઈ પ્રકાશ આંબેડકરને સમ્માનજનક સીટ મળે

(1:54 pm IST)
  • ઓમપ્રકાશ રાજભરેકહ્યું હ્યું કે ભાજપ આ સમયે કુંભ, રામ મંદિર અને હિન્દુ-મુસ્લિમ મુદ્દાથી પરેશાન access_time 1:09 am IST

  • શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો : ૫ ઘાયલ : લાલ ચોકમાં પોલીસદળ ઉપર ગ્રેનેડથી હુમલો : આતંકવાદીઓએ રાજબાગમાં ઝીરો બ્રીજ પાસેથી નીકળતા પોલીસ જવાનો પર હુમલો કર્યો access_time 3:14 pm IST

  • કોલકતામાં મમતા બેનર્જીની સંયુક્ત ભારત રેલીમાં વિપક્ષી નેતાઓનો જમાવડો :એચડી કુમારસ્વામી , એમ, કે,સ્ટાલિન ,ચંદ્રાબાબુ નાયડુ,ફારૂક અબ્દુલ્લા,અખિલેશ યદાબ પહોંચ્યા :હાર્દિક પટેલ પણ કોલકતા પહોંચ્યો : બસપાના સતિષચંદ્ર મિશ્રા,એનસીપીના શરદ પવાર,આરએલડીના અજીતસિંહ,તેમજ યશવતસિંહા, જીજ્ઞેશ મેવાણી ,જે,વી,એમના બાબુલાલ મરાંડી મંચ પર બિરાજશે access_time 1:08 am IST