Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

કુંભમેળામાં કેમિકલ હુમલાનું એલર્ટ ;ઓડિયો ટેપમાં ધમકી: ગંગાના પાણીને ઝેરી બનાવી દેવામાં આવશે

ખોફનાક ત્રાસવાદી સંગઠન આઇએસઆઇએસએ એક ઓડિયો ટેપ જારી કરી : એલર્ટને પગલે ગંગા કિનારે મોકડ્રીલ પણ કરાઈ હતી.

નવી દિલ્હી: કુંભમેળા દરમિયાન કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યૂક્લિયર હુમલાનું એલર્ટ જાહેર કરાયું છે કુંભમેળામાં આતંક અને દહેશત ફેલાવવા ખોફનાક ત્રાસવાદી સંગઠન આઇએસઆઇએસએ એક ઓડિયો ટેપ જારી કરી છે.

  આ ઓડિયો ટેપમાં એવી ધમકી અપાઈ છે કે  આ વખતે કુંભમેળામાં ન તો કોઇ વિસ્ફોટ કરશે, ન તો કોઇ ગોળીઓ વરસાવશે, આ વખતે ગંગાના પાણીને ઝેરી બનાવી દેવામાં આવશે. આ ખતરાને ધ્યાનમાં રાખીને હવે પ્રયાગરાજના કુંભમેળામાં એનડીઆરએફની એક ટીમને ડયૂટી પર તહેનાત કરવામાં આવી છે. જેનો પહેલીવાર ઉપયોગ થઇ રહ્યો છે.

  એનડીઆરએફની કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યૂક્લિયર સ્પેશિયાલિસ્ટ ટીમ (સીબીઆરએન) પણ હવે શ્રદ્ધાળુઓ સાથે કુંભમાં ગંગા કિનારે તહેનાત છે. જો કોઇ હવામાં ઝેર ભેળવવાની કોશિશ કરશે અથવા નદીના પાણીમાં ઝેર ભેળવશે તો પણ માહિતી મળી જશે. એલર્ટને જોઇને ગંગા કિનારે મોકડ્રીલ પણ કરવામાં આવી હતી.

  સીબીઆરએન ટીમને મોકડ્રીલમાં એવા સમાચાર મળ્યા હતા કે ગંગાના પાણીમાં ઝેર છે. સુરક્ષા તંત્રને આતંકીઓ હુમલો કરે તો કઇ રીતે કામ લેવું તેની ચકાસણી કરવામાં આવી હતી.

(1:26 pm IST)