Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

રામ મંદિરનું નિર્માણ વર્ષ ૨૦૨૫માં થશે:સંઘના નેતા ભૈયાજી જોશી

રામ મંદિર રાષ્ટ્રની ચેતનાનું કેન્દ્ર છે. મંદિરો તો હજારો છે, પરંતુ તે કરોડો લોકોની શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર છે

પ્રયાગરાજ: ચાલુ વર્ષે યોજાનારી ચુંટણી પહેલા રામમંદિર મામલે નિવેદનબાજી વચ્ચે સંઘના સહકાર્યવાહક ભૈયાજી જોશીની વધુ એક પ્રતિક્રિયા સામે આવી છે. ભૈયાજી જોશીએ કહ્યું હતું કે, "રામ મંદિરનું નિર્માણ વર્ષ ૨૦૨૫માં થશે

કુંભ ખાતે વી,હી,પ, સંઘની બેઠકમાં શામેલ થયેલા ભૈયાજી જોશીએ કહ્યું હતું કે, વર્ષ ૧૯૫૨માં સોમનાથ મંદિરની સ્થાપના સાથે દેશ ઝડપથી આગળ વધ્યો હતો, ત્યારબાદ હવે ૨૦૨૫માં રામજન્મભૂમિ ખાતે મંદિર બન્યા બાદ ફરીથી આ દિશામાં વધુ ગતિ પ્રાપ્ત થવાની છે.

 તેઓએ વધુમાં કહ્યું હતું કે, "રામ મંદિર રાષ્ટ્રની ચેતનાનું કેન્દ્ર છે. મંદિરો તો હજારો છે, પરંતુ તે કરોડો લોકોની શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર છે. આ મંદિરનું નિર્માણ થયા બાદ દેશ આગળના ૧૫૦ વર્ષોમાં મોટી પૂંજી પ્રાપ્ત કરશે".

(1:12 pm IST)