Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

એમપીના ભાજપ નેતા- મંદસોર નગરપાલિકાના અધ્યક્ષ પ્રહલાદ બંધવારની ગોળી મારીને હત્યા

અજાણ્યા શખ્શો ગોળી મારીને ફરાર :ઘટના સીસીટીવીમાં કેદ : જમીન વિવાદ કારણભૂત હોવાનું પ્રાથમિક તારણ

મધ્ય પ્રદેશના મંદસોરમાં ભાજપના નેતા અને મંદસોર નગરપાલિકાના અધ્યક્ષ પ્રહલાદ બંધવારની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે  પ્રહલાદ બંધવારને બે અજાણ્યા શખ્સોએ ગોળી મારી અને બાદમાં બન્ને શખ્સો ફરાર થઈ ગયા હતા, હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

  ગોળી મારતા ઘાયલ થયેલા ભાજપ નેતાને હોસ્પિટલ સારવાર  માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમનું મોત થયુ હતું. હત્યાની ઘટના બાદ મંદસોરમાં પોલીસે નાકાબંધી કરી હતી. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં  હત્યા પાછળ જમીન વિવાદનું કારણ હોવાનું સામે આવ્યુ છે.

(12:24 pm IST)