Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

સાઉદી અરબમાં યુપીના ૩ અને બિહારના ૨ મળી ૫ યુવકોની સરેઆમ હત્યાથી હાહાકાર

બે સગા ભાઇ છેઃ ત્રીજો પિત્રાઇઃ ૧૧ આરોપીઓને ઝડપી લીધો

 રીયાધ : લેવડ-દેવડના વિવાદમાં સઉદી અરબમાં બિહાર અને યુપીના આઝમગઢના જિલ્લાના બે સગા ભાઈઓ સહિત ૫ લોકોની હત્યા કરી દેવામાં આવી હતી.

 થોડા મહિનાના અંતરાળ પર કરાયેલી હત્યાઓનો ખુલાસો રવિવારે થયો હતો. સોમવારે ત્રણે યુવકના શબ મળતાં જ હોબાળો મચી ગયો હતો.   સઉદી અરબથી આવી રહેલી માહિતી અનુસાર કુલ પાંચ શબ મળ્યાં છે. બે શબ બિહારના યુવકોના છે. તેમના વિશે હાલ કોઈ માહિતી મળી નથી.

૧૧ લોકોની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. 

રસુલપુર ગામનો વતની ૩૫ વર્ષીય સફકત લગભગ દસ વર્ષથી સઉદી અરબની રાજધાની રિયાધમાં રહેતો હતો. તે જે વ્યકિતને ત્યાં રહેતો હતો તેનાથી લોન પર પૈસા લઇને તેમના નામે જ ટ્રક ખરીદી હતી. તમામ હપ્તા ચૂકવી દીધા બાદ સફકત ટ્રકને વેચવા માગતો હતો. દરમિયાન બે જાન્યુઆરીએ સફકત ગુમ થઈ ગયો. તેનો ફોન પણ બંધ આવતો હતો. ચાર દિવસ સુધી કોઈ સંપર્ક ન થતાં તેનો ભાઈ ૩૨ વર્ષીય શમીમ હેરાન થઇ ગયો. તેણે સંબંધી ૪૦ વર્ષીય ફૈયાઝનો સંપર્ક કર્યો. બંને સફકતને શોધવા તે વ્યકિતને ત્યાં પહોંચ્યા જેનાથી રૂપિયા લઈને ટ્રક ખરીદી હતી. શમીમ તથા ફૈયાઝની પણ ત્યાં હત્યા કરાઈ. તેમનો પણ મોબાઈલ બંધ કરી દેવાયો.

 બે ભાઈ તથા સંબંધી ગુમ થતાં સઉદી અરબમાં રહેતા સફકતના ત્રીજા ભાઈ શૌકતે અન્ય સબંધીંઓ સાથે મળીને પોલીસ તથા ભારતીય દૂતાવાસને આ મામલે જાણ કરી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરી તો સંપૂર્ણ ઘટનાનો ખુલાસો થયો.

 હત્યા કરનારા વ્યકિતની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્રણેના શબ અલગ અલગ સ્થળોએથી મળી આવ્યા હતા. શબ કોહવાઇ જવાને લીધે તેમની ઓળખ થઈ ના શકી. મૃતદેહોને ડીએનએ ટેસ્ટ માટે મોકલી દેવાયા હતા.  (૪૦.૩)

 

(11:31 am IST)