Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

૧લી માર્ચે ચૂંટણીનું રણશિંગુ ફુંકશે ચૂંટણી પંચ?

પીએમ મોદી કયા કારણોસર ૩ સપ્તાહ વ્હેલી ચૂંટણી ઇચ્છે છે?

નવી દિલ્હી તા.૧૮: ચૂંટણી પંચ ૧લી માર્ચે લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરેે તેવી શકયતા છે.

ટોચના વર્તુળોના જણાવ્યા પ્રમાણે લોકસભાની ચૂંટણી ૩ સપ્તાહ વ્હેલી યોજવા તૈયારી થઇ રહી છે અનેઆ માટે ચૂંટણી પંચ ૧લી માર્ચે સમગ્ર સમય પત્રક જાહેર કરે તેવી શકયતા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રવિ પાકની વાવણી સમયે ખેડૂતોના મહા ગુસ્સાનો સામનો કરવો પડે નહીં એ માટે મોદી સરકાર લોકસભાની ચૂંટણી ૩ અઠવાડિયા વ્હેલી આપી દેશે તેવું જાણવા મળે છે.

૧૩ ફેબ્રુઆરીએ લોકસભાનું બજેટ સત્ર પુરૃં થયા પછીના ગણત્રીના દિવસોમાં જ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દયે તેવી સંભાવના છે.

૧લી માર્ચે તારીખોનું એલાન થાય ત્યારથી આચારસંહિતા અમલી બની જશે. તેથી સરકારે અત્યારથી લોકલુભાવન જાહેરાતોનો દોર શરૂ કરી દીધો છે જે ૧લી ફેબ્રુ. બજેટ રજુ થતાં સુધી ચાલશે.

ચૂંટણી પંચ હવામાન, પરીક્ષા, સુરક્ષા દળોની ઉપલબ્ધી વગેરે પાસાઓને ધ્યાને લઇ ચૂંટણીની તારીખોનું એલાન કરશે.(૧.૧૪)

(11:29 am IST)