Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

આયકર વિભાગે

૨૦,૦૦૦ કરોડના રિફંડના દાવા અટકાવ્યા

નવીદિલ્હી, તા.૧૮:- આવકવેરા વિભાગ. ૨૦૧૬-૧૭ના નાણાકીય વર્ષ માટેના વિભીન્ન કંપનીઓ અને સાર્વજનિક ક્ષેત્રના યુનિટોના મોટી રકમના રિફંડ હમણા નહીં આપવાનો નિર્ણય કર્યો છે. વિભાગ આના માટેના ઘણા કારણો આપ્યા છે જેમાં ટીડીએસ ક્રેડીટ સાથે મેળ ન પડવો, નુકસાનને આગળ ખેંચવું, પાછળ વર્ષોનો કર બાકી હોવો વગેરે શામેલ છે.  સુત્રોનું કહેવું છે કે આ બધા કારણોના સમાધાન થવા સુધી લગભગ ૨૦૦૦૦ કરોડ રૂપિયાના રીફંડના દાવાઓ રોકવામાં આવશે. આ રકમ આ વર્ષના બજેટની અનુમાનીત રકમ ૧૧.૫ લાખ કરોડ રૂપિયાના પ્રત્યક્ષ કરના લક્ષ્યના ૧.૭ ટકા છે. એક સુત્રએ રીફંડના મોટા દાવોઓ રોકવા બાબતે કહ્યું કે ઘણા કેસમાં યોગ્ય તપાસની જરૂર છે. ટીડીએસ ક્રેડીટ સાથે મેળ ન ખાવાથી આ સ્થિતી ઉભી થઇ છે. આવા કેસમાં વિભાગ વધારાની રકમ માંગી શકે છે. રીફંડના કેટલાક કેસ એવાછે જેમાં કર બાકી છે અને કોઇ આદેશ બહાર નથી પડાયો. આ ઉપરાંત જો કંપનીના નુકશાનને આગળ ખેંચવામાં આંકડાઓનો મેળ ન ખાતો હોય તો તેવો કિસ્સામાં પણ રીફંડ રોકવામાં આવ્યા છે નિયમો અનુસાર કંપની આઠ વર્ષ સુધીના નુકશાનને આગળ ખેંચી શકે છે.(૨૨.૩)

(11:29 am IST)