Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

મોદીનાં જ મંત્રીનો ધડાકો

ભાજપને બહુમતી નહિ મળે : સ્થિર સરકાર નહિ આવે

નવી દિલ્હી તા. ૧૮ : શું આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને કે અન્ય કોઇ પક્ષોને બહુમતિ નહી મળે ? શું ત્રિશંકુ લોકસભી રચાશે ?  કેન્દ્રિય મંત્રી જયંત સિન્હાએ એક કાર્યક્રમમાં કહ્યું કે, આગામી લોકસભા ચૂંટણીમાં દેશમાં કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતિ નહી મળે તેમ લાગે છે અને સ્થિર સરકાર નહીં આવે.

તેમણે વધુમાં કહ્યું કે, એવી સ્થિતિનું નિર્માણ થશે કે જેમાં સ્થિર સરકાર ન આવે અને એ સ્થિતિ આવે તેવુ વધારે દેખાય છે. આ સ્થિતિ દેશ માટે સારી નથી.

જયંત સિન્હા CNBC-TV18નાં ઇન્ડિયા બિઝનેસ લિડરશીપ એવોર્ડ કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે આ વાત કરી હતી.

કેન્દ્રિય મંત્રી જયંત સિન્હાએ કહ્યું કે, દેશનો વિકાસ થઇ રહ્યો છે અને આ વિશે લોકોને જાણ કરવી જરૂરી છે. અમે જે કામ કર્યુ છે તે વાત લોકો સુધી લઇ જવી જરૂરી છે.

જયંત સિન્હાનું નિવેદન એવા સમયે આવ્યુ છે જયારે ભારતીય જનતા પાર્ટી તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ત્રણ રાજયોમાં હારી ગઇ છે અને કોંગ્રેસે સત્તા મેળી છે. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તિસગઢનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે ઉદ્યોગપતિ સજ્જન જિન્દાલે કહ્યું કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી ઇકોનોમી માટે સૌથી મોટો ખતરો બની રહેશે.

ભાજપે લોકસભાની ચૂંટણીઓની તૈયારી શરૂ કરી દીધી છે. તાજેતરમાં દિલ્હીમાં મળેલી નેશનલ એકિઝકયુટીવ કમિટિમાં નેતોઓ તેમના કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે કહ્યું કે, ભલે ભાજપ કેટલાક રાજયોમાં ચૂંટણી હારી ગયું પણ પક્ષનો પરાજય થયો નથી.

અરૂણ જેટલીએ પક્ષનાં કાર્યકરોને સંબોધીને કહ્યું હતું કે, આપણે જે દરેક લેખ વાંચીએ, સમાચાર જોઇએ, આપણે એ વાત ધ્યાનમાં રાખવાની છે કે, મોદીને ફરી પાછા વડાપ્રધાન બનાવવાનાં છે.(૨૧.૮)

 

(10:19 am IST)