Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

મહિલાના શબને ચિત્તા પરથી ઉતારીને તપાસ માટે પોલીસ લઇ ગઇ

પતિની અટકાયત : હત્યાની આશંકા

મુઝફફરનગર તા. ૧૮ : મુઝફફનગરના ગોધના ગામ ખાતે ૫૦ વર્ષની મહિલાના મૃતદેહને ચિતા પરથી ઉતારીને મરણનું કારણ જાણવા પોલીસવાળા લઈ ગયા હતા. આ ઘટના બાદ પતિની અટક કરાઈ હતી, તે ઉપરાંત ચાર શકમંદની પણ ધરપકડ થઈ હતી. ગ્રામજનો તરફથી મળેલી માહિતીના આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતક મહિલાના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી અને આક્ષેપ કર્યો હતો કે સાસરા પક્ષે તેને મારી નાખીને ચોરીછૂપીથી દફનાવવાનો પ્રયાસ કર્યો હતો, જેથી કરીને પુરાવાનો નાશ કરી શકાય. મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો હતો. (૨૧.૬)

(10:16 am IST)