Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

મહારાષ્ટ્રમાં મરાઠા બાદ હવે બ્રાહ્મણોએ પણ માંગ્યુ અલગ અનામત:22મીએ સભા બોલાવી

મુંબઈ :મહારાષ્ટ્રમાં મરાઠા અને જનરલ સમાજ બાદ હવે બ્રાહ્મણ સમાજે પણ અનામતની માંગ કરી છે. સમસ્ત બ્રાહ્મણ સમાજ સંગઠને પોતાની માંગો માટે મુંબઈના આઝાદ મેદાનમાં 22 જાન્યુઆરીના રોજ સભા કરવાનું એલાન કર્યુ છે.

    સંગઠન તરફથી જાહેર કરાયેલ પ્રેસ નોટમાં કહેવામાં આવ્યુ છે કે સંસદ દ્વારા અપાયેલા ઉચ્ચ જાતિઓ માટે 10 ટકા અનામતની સંભાવના નથી માટે બ્રાહ્મણ સમાજને અલગ અનામત આપવામાં આવે.

(9:02 am IST)