Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

કેન્દ્ર સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જાહેરાત માટે 2,64 કરોડથી વધુનો કર્યો ખર્ચ

જાહેરાત ખર્ચમાં ઉદ્ધઘાટન ખર્ચનો સમાવેશ નથી : આઉટડોર એડ ઇન્ફોર્મેશન બ્યુરો પાસે ઉપલબ્ધ નથી

 

મુંબઈ :કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રચાર માટે 2.64 કરોડથી વધુનો ખર્ચો કર્યો છે. એક આરટીઆઇમાં ખુલાસો થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 31 ઑક્ટોબર 2018ના રોજ મૂર્તિનું ઉદ્ઘાટન કર્યું હતું, જે હવે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. પ્રધાનમંત્રીએ સરદાર પટેલની 143મી જયંતિ પર પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું.

     મુંબઈનાં સૂચના અધિકાર (આરટીઆઈ) કાર્યકર જતીન દેસાઈએ મૂર્તિની રજૂઆત પર વિવિધ મીડિયામાં ખર્ચાયેલા રૂપિયાની માહિતી માંગતો આરટીઆઈને પત્ર લખીને જવાબ માંગ્યો હતો. મંત્રાલયના બ્યુરો ઓફ આઉટરીચ એન્ડ કોમ્યુનિકેશન દ્વારા 9 જાન્યુઆરીએ જવાબમાં જણાવ્યું હતું કે સરકારે ઇલેક્ટ્રોનિક મીડિયામાં કુલ રૂ. 2,62,48,463 રૂપિયા અને અન્ય 1,68,415 રૂપિયા પ્રિન્ટ મીડિયામાં જાહેરાતો કરવા માટે ખર્ચ કર્યા છે

    દેસાઈએ કહ્યું કે રકમને સરકાર દ્વારા ઉદ્ઘાટન પર કુલ ખર્ચમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. સાથે આઉટડોર એડ ઇન્ફોર્મેશન બ્યુરો પાસે પણ ઉપલબ્ધ નથી. પ્રકારની મોટી રકમનો ખર્ચ જાહેરાતોમાં વાપરવો યોગ્ય કહેવાય કે જ્યારે મૂર્તિઓની આજુબાજુની જનજાતિ ગરીબ હોય

(12:44 am IST)