Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

યુપીના ઇટાવામાં ગૌશાળાના ખોદકામ વેળા માટલામાં ખજાનો મળ્યો :લૂંટફાટ મચી ગઈ

ચાંદીના 185 જુના સિક્કા મળ્યા :સિક્કા 100 વર્ષ કરતા પણ જુના હોવાનો અંદાજ

ઉત્તરપ્રદેશના ઇટાવામાં એક ગૌશાળાના ખોદકામ દરમિયાન ખજાનો મળી આવ્યો છે. જેસીબી ઘ્વારા થઇ રહેલા ખોદકામમાં અચાનક ચાંદીના 185 સિક્કાઓ મળી આવવાથી લોકોમાં ભારે ખુશી જોવા મળી. સિક્કાઓ વિશે જાણકારી મળતા જ પોલીસે ત્યાં પહોંચીને બધા સિક્કાઓ પોતાના કબ્જામાં લઇ લીધા. બધા જ સિક્કાઓ 100 વર્ષ કરતાં પણ જુના રાણી વિક્ટોરિયાના સમયના જણાવવામાં આવી રહ્યા છે.

(11:56 pm IST)